Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

૧.૩૭ કરોડની ઠગાઇમાં પાંચ વર્ષથી ફરાર યુપી જોૈનપુરના દુર્ગાપ્રસાદને રાજકોટ પેરોલ ફરલો સ્કવોડે ભરૂ.ચથી દબોચ્યો

અગાઉ રાજકોટમાં ઓફિસ ખોલી દિલીપ જૈન, રાજકુમાર સહિતે સ્કાયલાર્ક ડેવલોપર્સ એન્ડ ઇન્ફાસ્ટ્રકચર નામે કંપની ખોલી રોકાણકારોને છેતર્યા'તાઃ આ બંને અગાઉ પકડાઇ ગયા હતાં : રાજસ્થાનમાં પાંચ ગુના, યુપીમાં સાત ગુના અને ગુજરાતમાં ત્રણ ગુના દાખલ થયા હતાં: એએસઆઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બકુલભાઇ વાઘેલાની બાતમી પરથી પીએસઆઇ એમ. એસ. અન્સારી અને ટીમની કામગીરી : ભરૂ.ચમાં કપડાનો ધંધાર્થી બનીને રહેતો હતો

રાજકોટ તા. ૩૦: શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪માં નોંધાયેલા રૂ.ા. ૧,૩૭,૧૪,૮૪૧ની ઠગાઇના ગુનામાં સામેલ બે મુખ્ય સુત્રધારને અગાઉ પકડી લેવાયા હતાં. ત્રીજો આરોપી મુળ ઉત્તરપ્રદેશના જોૈનપુરના મહેવા ગામના દુર્ગાપ્રસાદ મહાદેવ યાદવને તે સતત પાંચ વર્ષથી ફરાર હોઇ હાલમાં તે ભરૂ.ચમાં જડેશ્વર રોડ તુલસીધામ ચોક ખાતે સોમનાથ સોડા નામની દૂકાન પાસે બેસતો હોવાની બાતમી પેરોલ ફરલો સ્કવોડના એએસઆઇ ધર્મૈન્દ્રસિંહ જાડેજા અને બકુલભાઇ વાઘેલાને મળતાં ત્યાંથી તેને દબોચી લેવાયો છે.

વર્ષ ૨૦૧૪માં એ-ડિવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ખોલવામાં આવેલી સ્કાયલાર્ક ડેવલોપર્સ એન્ડ ઇન્ફાસ્ટ્રકચર ઇન્ડિયા લી. નામની કંપનીના ઓઠા તળે રોકાણકારોને રોકાણ પર વધુ વ્યાજ આપવાની અથવા તો જમીન આપવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરી કુલ રૂ.ા. ૧,૩૭,૧૪,૮૪૧ની ઠગાઇ કરવાનો ગુનો કંપનીના ચેરમેન કમ એમ.ડી. દિલીપ જૈન સહિતના સામે નોંધાયો હતો. જેમાં દિલીપ જૈને ગુજરાતમાં તથા ઉત્તરપ્રદેશમાં બીજા બે સાગ્રીતો દુર્ગાપ્રસાદ યાદવ અને રાજકુમાર કટીયાલ સાથે મળી લોભામણી સ્કીમો મુકી લોકોને છેતરવાની ફરિયાદ દાખલ થઇ હતી.

રાજકોટમાં આ કંપનીએ જમીની લીધી છે અને તેના પ્લોટ પાડી ઓછા ભાવે વેંચવાના છે. અથવા તો જે લોકો રોકાણ કરે તેને પાકતી મુદ્દતે જમા કરાવેલા પૈસા અથવા જમીનના પ્લોટ આપવામાં આવશે તેવી લાલચ આપી મન્થલી, છ માસીક, વાર્ષિક સ્કીમો સમજાવી ૨૦૦ જેટલા સભ્યો-રોકાણકારોને છેતરી લીધા હતાં. એ પછી દિલ્હી ખાતેની મુખ્ય ઓફિસ બંધ કરી દીધી હતી અને રાજકોટની ઓફિસને પણ તાળા મારી દીધા હતાં. આ મામલે નોંધાયેલા ગુનામાં અગાઉ પેરોલ ફરલો સ્કવોડે ૨૦૧૮માં રાજકુમારને પકડી લીધો હતો. દિલીપ જૈન પણ અગાઉ પકડાઇ ગયો હતો. પરંતુ દુર્ગાપ્રસાદ સતત ફરાર હતો. તેને હવે ભરૂ.ચના જડેશ્વર રોડ પરથી પકડી લેવાયો છે.

દિલીપ જૈન અને તેના મળતીયાઓ સામે રાજસ્થાનમાં પાંચ ગુના, ઉત્તર પ્રદેશમાં સાત ગુના અને ગુજરાતમાં ત્રણ ઠગાઇના ગુના દાખલ થયા હતાં. આરોપી દુર્ગાપ્રસદાનો કબ્જો એ-ડિવીઝનને સોંપવામાં આવશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અન્વયે પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાઘેલા, રાજેશભાઇ ભટ્ટ, હેડકોન્સ. ધીરેનભાઇ ગઢવી, કિશોરદાન ગઢવી, કોન્સ. જયદેવસિંહ, ડ્રાઇવર હરિભાઇ બાલાસરા, મહિલા કોન્સ. ભુમિકાબેન ઠાકર, શાંતુબેન મુળીયા સહિતે આ કામગીરી કરી છે. 

(4:09 pm IST)