Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વિજયભાઇના જન્મ દિવસને યાદગાર બનાવવા શહેર ભાજપની બેઠક

રાજકોટ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂ.પાણીના ૬પ માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે તે અંતર્ગત વિવિધ મોરચાઓ દ્વારા પણ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવશે, તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યાલય ખાતે મોરચાના પ્રમુખ - મહામંત્રીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં તા. ર ઓગસ્ટને સોમવારના રોજ બક્ષીપંચ મોરચા દ્વારા માનસિક વિકલાંગ બહેનોને ભોજન કરાવવામાં આવશે. લઘુમતી મોરચા દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કરવામાં આવશે. યુવા મોરચા દ્વારા રતનપર વૃધ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને ભોજન કરાવવામાં આવશે. મહીલા મોરચા દ્વારા પંચનાથ મંદિર ખાતે મહાઆરતી કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂ.પાણીના દિધાર્યુ માટે પ્રાર્થના કરવામાં આવશે. અનુ. જાતી મોરચા દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે રાત્રે ભોજન કરાવવામાં આવશે. તેમજ કિસાન મોરચા દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવશે. આ બેઠકમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે. પી. ધામેચા, રત્નાભાઇ રબારી, લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઇ પઠાણ, વાહીદભાઇ સમા, રાજુભાઇ દલવાણી, મહીલા મોરચાના પ્રમુખ કીરણબેન માકડીયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ, યુવા મોરચાના પૃથ્વીસિંહ વાળા, હીરેન રાવલ, કીશન ટીલવા, અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયા, કીશાન મોરચાના પ્રમુખ ભરત શીંગાળા, મહામંત્રી રસીકભાઇ પટેલ, યોગેશ ભુવા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષી ઉપસ્થિત રહ્યા હતાં. 

(4:06 pm IST)