Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વિદેશી દારૂ.ના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર મહેશ ઉર્ફે મયલો પકડાયો

આજીડેમ પોલીસે પકડી મહેસાણા પોલીસને સોંપ્યો

રાજકોટ, તા. ૩૦ :. મહેસાણા પોલીસ મથકમાં વિદેશી દારૂ.ના ગુનામાં નાસતા ફરતા શખ્સને આજીડેમ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા આજીડેમ પોલીસ મથકના પી.આઈ. વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. ઝાલા, એ.એસ.આઈ. વાય.ડી. ભગત, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, શૈલેષભાઈ, જયપાલભાઈ, ભીખુભાઈ તથા ઉમેદભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. કુલદીપસિંહ, જયપાલભાઈ અને શૈલેષભાઈને મળેલી બાતમીના આધારે મહેસાણા સીટી બી-ડિવીઝન પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા મહેશ ઉર્ફે મયલો કરમશીભાઈ ડાભી (ઉ.વ. ૩૬) (રહે. પીઠડઆઈ સોસાયટી શેરી નં. ૧ માંડાડુંગર)ને પકડી લઈ મહેસાણા પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહેશ અગાઉ રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરતમાં વિદેશી દારૂ. સહિતના ૧૧ ગુનામાં સામેલ છે.

(4:05 pm IST)