Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આમ આદમી પાર્ટી પ્રદેશ ડેલીગેશન હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શને

રાજકોટ : આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પ્રદેશ અગ્રણી મહેશભાઇ  સવાણી, પ્રદેશ સંગઠન મંત્રી અર્જુન રાઠવા, પ્રવકતા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન સહમંત્રી વિરેન રામી તેમજ રાજુ અલવા, ઝોન મહામંત્રી મયંક શર્મા, વડોદરા જિલ્લા પ્રમુખ જયદિપસિંહ ચૌહાણ શહેર પ્રમુખ પ્રતિમાબેન પટેલ પલ્લવીબેન પરમાર, મયંક ભટ્ટ, આર.જે. આશિષ સહિત વડોદરા શહેર અને જિલ્લાની ટીમ સાથે હરિધામ સોખડા ખાતે બ્રહ્મલીન શ્રી હરિપ્રસાદસ્વામીના અંતિમ દર્શન કરેલ તેમજ શોક વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોય માટે આવી શકેલ નહિ તેમજ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાના સગા ભાઇનું બે દિવસ પહેલા જ નિધન થયું હોવાથી પરિવાર શોકમગ્ન હોય માટેહરિપ્રસાદસ્વામીના અંતિમ દર્શને આવી શકેલ નહી વગેરે બાબત જણાવેલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા મોકલાવેલ શોક સંદેશ અને શ્રદ્ધાંજલીનો વિડીયો પણ 'હરિધામ સોખડા' સંસ્થાન સમક્ષ રજુ કરેલ અને અરવિંદ કેજરીવાલજીની શોક લાગણી પહોંચાડેલ હતી.

(4:04 pm IST)