Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળો બે દિ'માં ડબ્‍બે ૪૦ રૂા. વધી ગયા

કાચા માલની અછતના બહાને સટોડીયાઓ ફરી સક્રિય

રાજકોટ, તા.૩૧: સીંગતેલમાં આજે પણ તેજીનો દોર યથાવત રહ્યો છે અને વધુ ૧૦ રૂા.નો ઉછાળો થયો છે. સ્‍થાનીક બજારમાં કાચા માલની અછતના કારણે આજે પણ સીંગતેલમાં ૧૦ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લૂઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૬૪૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૬૫૦ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૬૬૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સીંગતેલમાં બે દિ'માં ડબ્‍બે ૪૦ રૂા.નો તોતીંગ ભાવ વધારો થયો છે. કાચા માલની અછતના બહાને સટોડીયાઓ ફરી સક્રિય થયાની વેપારી વર્તુળોમાં ચર્ચા જાગી છે

(3:38 pm IST)