Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ધોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા મંત્રી ભાનુબેન

રાજકોટ :  મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ ચાર પ્રોજેકટ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પસંદગી પામતી રાજયભરમાંથી રાજકોટની એક માત્ર ધોળકિયા સ્કુલના બાળ વૈજ્ઞાનિકોની મુલાકાત લઇને પ્રોત્સાહિત કર્યા હતાં. આ બાળ વૈજ્ઞાનિકોની વોટરપુફ સિલિંગ ટાઈલ્સ, બાયો પ્લાસ્ટિક, ટ્રાફિક મેનેજમેન્ટ વીથ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હર્બલ પેપર બ્રશ જેવા અનેક લોકોપયોગી અને નવીનતમ સંશોધનોની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઇ હતી. ચિકાણી યશવી, સોઢાત્રા મોક્ષા, ઘઘડા ધ્યાનેશ, મણવર મર્મ, મણવર રિધમ, જીયા ભીમાણી વગેરેએ બનાવેલ આ વસ્તુઓ અને ઉપકરણો પસંદગી પામી હતી.  અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં આ જ શાળાના પસંદગી પામેલા રાજકોટની સ્કૂલના  કુલ ૨૩ બાળ વૈજ્ઞાનિકો છે. ધોળકિયા સ્કૂલની વૈજ્ઞાનિક ક્ષેત્રની આ સિદ્ઘિઓના  કારણે આ વર્ષના (ત્ફલ્ચ્જ્) નેશનલ સાયન્સ ફેરના આયોજનની જવાબદારી ધોળકિયા સ્કૂલને સોંપવામાં આવતાં રાજકોટના આંગણે નેશનલ સાયન્સ ફેર ઉજવાઈ રહ્યો છે.

(3:37 pm IST)