Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વેંચેલી કાર જીપીએસને આધારે ઉઠાવી લઇ બીજાને ધાબડી દેવાનું કારસ્‍તાનઃ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો

૯ કાર, જીપીએસ, મોબાઇલ ફોન મળી ૫૩.૬૧ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ અગાઉ બોલેરો પીકઅપનો ભેદ ખુલ્‍યો તેના આધારે ટોળકીની વિગતો મળી : અમદાવાદની ટોળકીના સુત્રધાર વડોદરાના ઇમ્‍તિયાઝ વ્‍હોરા પકડાયોઃ બે સાગ્રીતો હુશેનખાન ઉર્ફ બાબાખાન અને રીઝવાનહાફીઝની શોધખોળઃ પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ ડી. સી. સાકરીયા, હરદેવસિંહ, ધર્મેશભાઇ, જયપાલભાઇ અને ટીમની સફળ કામગીરી

રાજકોટ તા. ૩૧: શહેર ક્રાઇમ બ્રાંચે એક નવતર કોૈભાંડનો પર્દાફાશ કર્યો છે. ચોરાઉ અને ચીટીંગથી મેળવેલી કાર કોઇને જીપીએસ સિસ્‍ટમ ફીટ કરીને વેંચી દઇ અથવા ગીરવે આપી બાદમાં જીપીએસને આધારે આ જ વેંચેલુ કે ગીરવે મુકેલુ વાહન બીજી ચાવીની મદદથી બારોબાર ઉઠાવી લઇ ચોરી લઇ કોૈભાંડ આચરતી અમદાવાદની ટોળકીના સુત્રધાર ઇમ્‍તિયાઝ ઉર્ફ બોબડો યુનુસભાઇ વ્‍હોરા (ઉ.૩૮-રહે. એફ-૧૦૨, અલહાતિમ ફલેટ્‍સ, કિસ્‍મત ચોકડી, વડોદરા મુળ આણંદ)ને પકડી લઇ ૯ કાર, મોબાઇલ ફોન અને જીપીએસ મળી રૂા. ૫૩,૬૧,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. અન્‍ય બે સાગ્રીતો હુશેનખાન ઉર્ફ બાબાખાન અબ્‍દુલખાન પઠાણ અને રીઝવાનખાન રસીદભાઇ શેખ (રહે. અમદાવાદ-ખાનપુર)ની શોધખોળ થઇ રહી છે.

પીઆઇ બી. ટી. ગોહિલ અને ટીમે ગત તા. ૮/૧૧/૨૨ના રોજ ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્‍યુનર હોટેલ પાસેથી બોલેરો પીકઅપ વેન ચોરાઇ ગઇ હતી તેનો ભેદ તત્‍કાળ ઉકેલ્‍યો હતો. બે શખ્‍સ ત્‍યારે પકડાયા હતાં તે વખતે અમદાવાદની ટોળકી વિશે માહિતી મળી હતી. તેના આધારે ટીમ વોચમાં હોઇ એ દરમિયાન સુત્રધાર ઇમિત્‍યાઝ  ઉર્ફ બોબોડો ગઇકાલે ૩૦મીએ રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન પાસે આવ્‍યો હોવાની બાતમી મળતાં તેને દબોચી લેવાયો હતો. પુછતાછ થતાં તેણે કબુલ્‍યું હતું કે તેણે નવ કાર અલગ અલગ લોકોને સસ્‍તા ભાવે વેંચી છે અને ગીરવે મુકી છે. આ કારોમાં જીપીએસ સિસ્‍ટમ મુકેલી હોઇ તેના આધારે એકાદ બે દિવસમાં ઉઠાવી લેવાની છે. તેની આ કબુલાતને આધારે તેને અટકાયતમાં લઇ અલગ અલગ નવ કાર જેમાં આઇટ ૨૦, સ્‍વીફટ, એલેન્‍ટ્રા, સેલેરીયાો, એક્‍સયુવી,અલ્‍ટો સહિતની સામેલ છે. આ તમામા કાર તથા ૮ હજારનો ફોન, ૩ હજારનું જીપીએસ ટ્રેકર મળી ૫૩,૬૧,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.  આગઉ મહમદઇમ્‍તિયાઝ વોરા અને અસરફ ઘ્‍વિાન (રહે. અમદાવાદ)ને પકડયા હતાં. હવે આ ગુનામાં હુશેનખાન અને રીઝવાનહાફીઝને પકડવાના બાકી છે. આ ટોળકી લોનવાળી કાર સસ્‍તા ભાવે ગીરવે રાખી અને બજાર કિમત કરતાં અડધા ભાવે કારના કાગળો વગર કારમાં જીપીએસ લગાવી વેંચાણ કરી અમુક સમય બાદ એ જ કારને ટ્રેક કરી બીજી ચાવી પોતાની પાસે હોય તેનાથી ઉઠાંતરી કરી સસ્‍તા ભાવે લઇ ઉઠાવી લેતાં હતાં. આ ટોળકીને ક્રાઇમ બ્રાંચે પકડી લીધી છે.

(3:37 pm IST)