Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મનપાની મુખ્‍ય આવકસ્ત્રોત મિલ્‍કત શાખાને રૂપિયા ૪૭૧ કરોડનો લક્ષ્યાંક : બાકીદારો માટે હપ્‍તા યોજના જાહેર

ચાર્જીગ સ્‍ટેશનોને મિલ્‍કત વેરામાંથી મુકિત : ઓનલાઇન પેમેન્‍ટથી વેરો ભરનારને કરદાતાને વધારાનો ૧% અને રૂા. ૫૦ બાદ : એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનારને ૧૦% અને ૫% વળતર

રાજકોટ,તા. ૩૧ : મ.ન.પા.ના વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં મિલ્‍કત વેરા વસુલાતનો લક્ષ્યાંક ગત વર્ષથી વધારી ૪૭૧ કરોડ કરાયો છે. જે ગત વર્ષે રૂા. ૩૭૦ કરોડનો હતો.

આ ઉપરાંત આ વર્ષે નવી મિલ્‍કતોનો ઉમેરો પણ થયો છે. તેથી આ વર્ષે ૩૭૦ કરોડની વેરા આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા કટીબધ્‍ધ છે. અત્રે નોંધનીય છે કે મ.ન.પા.નો વાર્ષિક પગાર ખર્ચ ૩૭૬ કરોડ છે. એટલે વેરા વસુલાતની આવક તો મ.ન.પાના કર્મચારીઓને પગાર આપવામાં જ ખર્ચાઇ જશે. નવી યોજનાઓ માટો તંત્રએ સરકારની ગ્રાન્‍ટ પર જ આધાર રાખવો પડે છે.

૨૦૨૨-૨૩નું વર્ષ વેરા વસુલાત શાખા માટે ખૂબ જ મહત્‍વનું રહ્યું. આ વર્ષે વ્‍યાજ માફીની યોજના ન હોવા છતાં અત્‍યાર સુધીમાં કરોડની આવક થવા પામી છે. આ વર્ષે અત્‍યાર સુધીમાં ૩ લાખ કરદાતાઓએ પોતાનો વેરો ભરપાઇ કરી આપેલ છે.

ટેક્ષની ચડત રકમના હપ્તાની યોજના

રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ મુજબ કુલ ૫.૭૦ લાખ મિલકતો રજીસ્‍ટર્ડ થયેલ છે. તેમ પૈકી દર વર્ષે અંદાજે ૩ લાખ જેટલા મિલકતધારકો નિયમિત જનરલ ટેક્ષ, કન્‍ઝર્વન્‍સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ, દીવા-બત્તી ટેક્ષ, એજયુકેશન શેષ, ગાર્બેજ ચાર્જ અને વોટર ચાર્જ ચૂકવે છે. અંદાજે ૨ લાખ જેટલા આસામીઓ જનરલ ટેક્ષ, કન્‍ઝર્વન્‍સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ, દીવા-બત્તી ટેક્ષ, એજયુકેશન શેષ, ગાર્બેજ ચાર્જ અને વોટર ચાર્જ નિયમિત રીતે કોઈ કારણસર ભરી શકતા નથી, પરિણામે આવી બાકી રકમ પર ધી જી.પી.એમ.સી. એક્‍ટની કલમ-૧૪૧ મુજબ વાર્ષિક ૧૮઼% લેખે વ્‍યાજ વસુલવામાં આવે છે. આવી રીતે કોઈ આસામી બે-ત્રણ વર્ષ જનરલ ટેક્ષ, કન્‍ઝર્વન્‍સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ, દીવા-બત્તી ટેક્ષ, એજયુકેશન શેષ, ગાર્બેજ ચાર્જ અને વોટર ચાર્જ ચૂકવી ન શકે તો માંગણાની રકમ વધી જતા મિલકતધારક માટે એક સાથે વ્‍યાજ સહિતની વેરાની રકમ ભરપાઈ કરવી મુશ્‍કેલ બને છે, પરિણામે બાકી માંગણું વધતું જ જાય છે. અનેક કરદાતાઓ ટેક્ષની રકમ ચૂકવવા ઈચ્‍છતા હોય છે પરંતુ વ્‍યાજની રકમ વધુ હોવાને લીધે તેઓ મુશ્‍કેલી અનુભવે છે. આમ આ પરિબળો ધ્‍યાનમાં રાખીને આ યોજના રજૂ કરવામાં આવી છે.

આ રીતે મોટી રકમ વ્‍યાજમાં અટવાયેલી પડી રહે છે. આમ સમગ્ર હકીકત ધ્‍યાને લઈ કરદાતાઓ તેમનો ચડત જનરલ ટેક્ષ, કન્‍ઝર્વન્‍સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ, દીવા-બત્તી ટેક્ષ, એજયુકેશન શેષ, ગાર્બેજ ચાર્જ અને વોટર ચાર્જ સરળ હપ્તેથી ભરપાઈ કરી શકે તે માટે ટેક્ષની ચડત રકમ અન્‍વયે નીચે મુજબની હપ્તાની યોજના અમલમાં લાવવાનું સૂચવવામાં આવે છે.

જે કરદાતાઓ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમને ચાલુ સાલની ૧૦૦% રકમ તથા વ્‍યાજ સહિત પાછલા બાકી માંગણાની ૨૫% રકમ ત્‍વરિત ભરવાની રહેશે અને બાકીની રકમના ૩ સરખા હપ્તે કરી ભરવાની રહેશે તેના પર બાકી હપ્તાની રકમ ઉપર કોઈ પણ જાતના વધારના ચાર્જ, વ્‍યાજ, નોટીસ ફી ચૂકવવાના થશે નહિ. આ દરેક હપ્તા મિલકત ધારકશ્રીએ  આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમ્‍યાન જે તે ચાલુ વર્ષના માંગનાં હપ્તાની રકમ ભરપાઈ કરવાની રહેશે.

જે મિલકતધારક નિયત હપ્તાની રકમ તથા જે તે નાણાકીય વર્ષના મિલકત વેરાનું બીલ ૩૦, સપ્‍ટેમ્‍બર સુધીમાં ભરપાઈ કરવામાં આવે તો જે તે ચાલુ વર્ષના બાકી માંગણા ઉપર પ્રવર્તમાન નિયમ પ્રમાણે વ્‍યાજ તેમજ નોટીસ ફી વસુલવાપાત્ર થશે.

આ યોજનામાં જોડાવા ઇચ્‍છુકે જનરલ ટેક્ષ, કન્‍ઝર્વન્‍સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ,      દીવા-બત્તી ટેક્ષ, એજયુકેશન શેષ, ગાર્બેજ ચાર્જ અને વોટર ચાર્જના બાકી માંગણા ઉપર યોજનાનો લાભ મેળવી શકાશે. આ યોજનામાં જોડાવા ઇચ્‍છુક મિલકતધારકોએ પોતાનો મોબાઈલ નંબર રજીસ્‍ટર કરાવવો ફરજીયાત રહેશે તથા રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે.

આ યોજના દરમ્‍યાન જો નામ ટ્રાન્‍સફર કરાવવું  હશે તો કુલ બાકી માંગણાની પૂરી રકમ ભરપાઈ કર્યા બાદ થઇ શકશે.

આ યોજના દરમિયાન બાંધકામમાં ફેરફાર, ઉપયોગમાં ફેરફાર કે ભોગવટામાં ફેરફાર થયે આકરણી રિવાઈઝ થયે હપ્તો નવેસરથી અને નવા હપ્તા મુજબ હપ્તાની રકમમાં ફેરાર થાય તે મુજબ રકમ ભરવાની થશે.

આ યોજના તા. ૦૧/૦૩/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૩ સુધી ચાલુ રહેશે.

આ યોજના અમલમાં મુકવાથી થનાર લાભો

મિલકત વેરા તથા પાણી ચાર્જના બાકી માંગણામાં ધટાડો થશે.

હપ્તા પેટે ભરવામાં આવેલ રકમ વરાળે પડતી દરેક હેડમાં જમા લેવામાં આવશે. જેના કરને વ્‍યાજ પત્ર રકમનો મહતમ થશે

ડીજીટલ પેમેન્‍ટ

ભારત સરકારે કાળા નાણાંને ડામવા સમગ્ર દેશ માં રોકડ લેવડ-દેવળની જગ્‍યાએ કેશલેશ/ઇલેક્‍ટ્રોનિક લેવડદેવડને પ્રોત્‍સાહિત કરવાના પ્રયત્‍નો શરુ કરવામાં આવેલ છે.આ બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મિલકત ધારકોને ઈન્‍ટરનેટ નાં માધ્‍યમથી કે કોઈપણ પ્રકારના ડીજીટલ ટ્રાન્‍જેક્‍શનથી વેરો ભરવા આગામી વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે રકમના ૧% વળતર (ઓછામાં ઓછું ૫૦ રૂપિયા વધુમાં વધુ ૨૫૦ રૂપિયા) આપવા દરખાસ્‍ત છે.

અર્લી બર્ડ ડિસ્‍કાઉન્‍ટ

ચાલુ વર્ષે આ સ્‍કીમ હેઠળ ૨,૮૪,૬૩૦ મિલકતધારકોએ લાભ લીધેલ. આ વર્ષની અર્લી બર્ડ ડિસ્‍કાઉન્‍ટ સ્‍કીમમાં ડીજીટલ પેમેન્‍ટને વધુ લાભ આપવાની જોગવાઈ ચાલુ રાખવામાં આવેલ છે જેમાં મે-૨૦૨૩ સુધી રાજકોટ મહાનગરપાલિકાની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પરથી પેમેન્‍ટ કરવામાં આવે તો ૧૧% ડિસ્‍કાઉન્‍ટ અને તે સિવાય અન્‍ય વ્‍યવસ્‍થા મારફત ચુકવણું થાય તો ૧૦% ડિસ્‍કાઉન્‍ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે તે રીતે જુન-૨૦૨૩ માં રાજકોટ મહાનગરપાલિકાની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પરથી પેમેન્‍ટ કરવામાં આવે તો ૬% ડિસ્‍કાઉન્‍ટ અને તે સિવાય અન્‍ય વ્‍યવસ્‍થા મારફત ચુકવણું થાય તો ૫% ડિસ્‍કાઉન્‍ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષની જેમ મહિલાઓનાં નામે મિલકત હોય તેઓને વધારાનું ૫% વળતર આપવા દરખાસ્‍ત છે. ૪૦% થી વધારે ડીસેબીલીટી હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ ૫% વળતર આપવું તથા ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્‍યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% વળતર આપવાની જોગવાઈ છે.

ચાર્જીંગ સ્‍ટેશનને મિલકતવેરામાંથી મુક્‍તિ

રાજકોટ મહાનગરપાલિકા તરફથી જે વ્‍યક્‍તિ કે સંસ્‍થા દ્વારા પોતાની મિલકતનો ઉપયોગ ચાર્જીંગ સ્‍ટેશન બનાવવા તથા તેનું સંચાલન કરવા માટે કરે તેને પાંચ વર્ષ માટે મિલકત વેરામાંથી મુકિત આપવામાં આવશે. આ યોજનામાં આસામી દ્વારા જેટલી જગ્‍યા પર ચાર્જીંગ સ્‍ટેશનનો ઉપયોગ થતો હોય તેટલી જગ્‍યાને મિલકત વેરામાંથી મુકિત આપવામાં આવશે.

મિલકતોના જીઓ ટેગીંગ અંગે

મિલકતોની આકરણી પારદર્શક અને ચોક્કસાઈ પૂર્વક થાય તથા મિલકતોની સંખ્‍યા વેરાની આવકનું સરળતાથી પૃથ્‍થકરણ થઇ શકે તે માટે શહેરની તમામ મિલકતોની સેટેલાઈટ ઈમેજ દ્વારા વેરાની વિગતો દર્શાવવાની કામગીરી હાલ ચાલુ છે. આ ઉપરાંત તાજેતરમાં ભળેલા મોટા મવા,મુંજકા, માધાપર, મનહરપર, ઘંટેશ્વર વિસ્‍તારમાં આકારણી કરવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. ચાલુ વર્ષમાં વસૂલાત શરુ થઇ ગયેલ છે.

(3:34 pm IST)