Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કાલે શહેર ભાજપની કારોબારીઃ પ્રદેશના આગેવાનો માર્ગદર્શન આપશે

પ્રદેશ ભાજપ આર્થિક સેલના સંયોજક પ્રેરકભાઇ શાહની ઉપસ્‍થિતિ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભાજપની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગર કક્ષાએ અને ત્‍યારબાદ વોર્ડકક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કારોબારી બેઠક સંપન્ન થયા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરની શહેર ભાજપની અપેક્ષિત શ્રેણીના સભ્‍યોની કારોબારી બેઠક આવતીકાલે તા.૧/૨ બુધવારે સાંજે ૬.૩૦ કલાકે શહેર ભાજપ કમલમ કાર્યાલય, શીતલપાર્ક બસ સ્‍ટોપ પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે યોજાશે

જેમાં પ્રદેશ ભાજપ આર્થિક સેલના સંયોજક પ્રેરકભાઇ શાહ, પ્રદેશ ભાજપ અગ્રણીઓ વિવિધ પ્રસ્‍તાવો, ધન્‍યવાદ પ્રસ્‍તાવ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે તેમજ સંગઠનલક્ષી માર્ગદર્શન પુરુ પાડશે.

(3:33 pm IST)