Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વૃક્ષ કાપનાર ચેતેઃ પ થી ૧૦ હજારનો દંડ

શહેરના વોર્ડ નં. ૪, ૧૦ તથા ૧૧માં ગાર્ડન બનાવવા મનપાના બજેટમાં સમાવેશઃ ગો ગ્રીન યોજના અંતર્ગત ચાલુ વર્ષે ર હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

રાજકોટ તા. ૩૧ :.. મહાનગરપાલિકા દ્વારા શહેરના નગરજનોને શુધ્‍ધ વાતાવરણ અને સ્‍વસ્‍થ હવા મળી રહે અને સાથોસાથ ગ્રીન રાજકોટ-કલીન રાજકોટ બની રહે તે માટે શહેરના વિવિધ વિસ્‍તારોમાં નાના - મોટા બગીચા, રોડ સાઇડ પ્‍લાન્‍ટેશન, સર્કલ, સીનીયર સીટીઝન પાર્ક, સુવિધા સભર બાલક્રીડાંગણો, લોકોના સ્‍વાસ્‍થ્‍ય સારા બને તે માટે વિવિધ બગીચા સ્‍થળોમાં ફીઝીકલ ફિટનેસના સાધનો મુકવા વિગેરે જેવી કામગીરીઓ કરવામાં આવે છે.

અહીં બનશે નવા બગીચા

વોર્ડ નં. ૪ રાજકોટ ટી. પી. સ્‍કીમ નં. ૧ર, ફા. પ્‍લોટ    ૩૪૧૦.૦૦ ચો.મી.

ન. જી-૧ માં મહિલા ગાર્ડન બનાવવાનું કામ

વોર્ડ નં. ૪ રાજકોટ ટી. પી. સ્‍કીમ નં. ૧૩ ફા. પ્‍લોટ     ૭૪પ૦.૦૦ ચો.મી.

નં. જી-૧ માં થીમ પાર્ક બનાવવાનું કામ.

વેસ્‍ટ ઝોન વોર્ડ નં. ૧૦ માં ટી. પી. સ્‍કીમ નં. ૧૬ ના   ૧૯પ૬૦૦ ચો. મી.

ફા. પ્‍લોટ નં. ૩૧-બીમાં બગીચો તથા બાલક્રીડાગણ

વિકસાવવાનું કામ (યુનિવર્સિટી રોડ, જે. કે. ચોક)

વોર્ડ નં. ૧૦, નીલ સીટી, રૈયા ટી. પી. સ્‍કીમ નં. ૧૬    ૪૭૦૦.૦૦ ચો. મી.

ફા. પ્‍લોટ નં. ર૪/એ માં સીનીયર સીટીઝન

પાર્ક બનાવવાનું કામ.

આજી ડેમ કિશાન ગૌશાળા સામેના ભાગે                 ૧૯૦ર૦ર.૦૦ ચો. મી.

અર્બન ફોરેસ્‍ટ રામવન'

                                   કુલ ર૦,૭૭૧૮.૦૦ ચો. મી.

શહેરના વિવિધ વિસ્‍તારોઓમાં લેન્‍ડ સ્‍ક્રેપ ગાર્ડન, બાલક્રીડાંગણ, વોક-એ, ફીઝીકલ ફીટનેશ સાધનો વિગેરે સુવિધાઓ સભર બગીચાઓ બનાવવામાં આવેલ છે અને ચાલુ વર્ષે કુલ ર૦૭૭૧૮.૦૦ ચો. મી. જેટલા વિસ્‍તારમાં ગ્રીનરી ઉભી કરાયેલ છે જેથી શહેરના પર્યાવરણમાં સુધારો થાય. આ બગીચાઓની સુવિધાઓનો લાભ અંદાજીત ૩ થી ૪ લાખ લોકો હરવા ફરવાના સ્‍થળ તરીકે લે છે. તદુપરાંત શહેરના મુખ્‍ય રસ્‍તાઓની ર૦ કિ. મી. જેટલી લંબાઇની સેન્‍ટ્રલ વર્ગમાં ગત વર્ષમાં બ્‍યુટીફીકેશન કરાયેલ તેની જાળવણી - નિભાવણીની કામગીરી નિયમિતપણે કરવામાં આવે છે. આજી ડેમ પાસે વિકસાવવામાં આવેલ અર્બન ફોરેસ્‍ટ રામવનમાં પણ જૂદી જૂદી ૭૦ થી ૮૦ પ્રજાતિના વૃક્ષો મળી કુલ ૮૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાયેલ છે. આ તમામ વૃક્ષોની નિભાવણીની કામગીરી સારી રીતે કરાય છે. આ અર્બન ફોરેસ્‍ટ રામવન લોકાર્પણ કરાયું ત્‍યારથી અત્‍યાર સુધીમાં અંદાજીત છ માસમાં કુલ પ.૦પ લાખ મુલાકાતીઓએ લાભ લીધેલ છે.

વૃક્ષારોપણ

શહેરના વધતા છતા પ્રદુષણને નિયંત્રીત કરવા માટે હરીયાળી વ્‍યાપ વધે તેમજ શહેરના એર કવોલીટી ઇન્‍ડેક્ષમાં સુધારો થાય તે માટે આજીડેમ વિસ્‍તાર, ન્‍યારીડેમ-૧ વિસ્‍તાર,પ્રદ્યુમન પાર્ક વિસ્‍તાર તથા નવા વિકસાવવામાં આવેલ એસ.ટી.પી.રાજકોટ મહાનગરપાલિકાના પમ્‍પીંગ સ્‍ટેશનો વગેરેની ખુલ્લી જગ્‍યાઓમાં મહત્તમ વૃક્ષારોપણની કામગીરીઓ જગ્‍યાની ઉપલબ્‍ધી મુજબ કરવામાં આવે છે. તેમજ આગામી વર્ષમાં ગો ગ્રીન યોજના હેઠળ શહેરના વિવિધ રસ્‍તાઓ. પ્‍લોટ વગેરેમાં પ૦૦૦ વૃક્ષો વાવેતર કરવાનું આયોજન કરાયેલ છે.

ઉપરાંત શહેર વિસ્‍તારમાં બિનજરૂરી આડેધડ વૃક્ષો ન કપાઇ તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષ છેદન માટેના નીચે મુજબના વહીવટી વૃક્ષ ઉછેર પેટેના ચાર્જ સુનિતિ કરવાનું આયોજન છે.

વૃક્ષ છેદન માટે દંડ

ક્રમ વિગત                                 રકમ

૧   સંપૂર્ણ વૃક્ષ દુર કરવાના વૃક્ષ દીઠ       રૂા.પ હજાર

ર   વૃક્ષના થડીયા કે મુળમાં આગ લગાડી કે કેમિકલ      રૂા.૧૦ હજાર

         નાખીને વૃક્ષ દુર કરવાના પ્રયત્‍નો બદલ વૃક્ષ દીઠ

ગો ગ્રીન-જીઓ ટીગીંગ

શહેરના રસ્‍તાઓ પર મહત્તમ વૃક્ષારોપણ થાય તે હરીયાળી વધે તેના માટે ગો-ગ્રીન અંતર્ગત પણ વિવિધ રસ્‍તાઓ પર વર્ષ ર૦ર૧-ર૧-રર માં અંદાજી ૪૮૦૦ જેટલા એવન્‍યુ ટ્રીના વાવેતર કરવામાં આવેલ છે અને ચાલુ વર્ષ ર૦રર-ર૩માં પણ ૩૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરેલ છે જે પૈકી હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાયેલ છે અને તેનું જીઓ ટેગિંગ પણ કરાયેલ છે.

(3:22 pm IST)