Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

આદિત્‍ય સ્‍કુલમાં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી

રાજકોટઃ અહિના વોર્ડ.૨ના રૈયારોડ રેલ્‍વેબ્રીજ ઉપર આવેલ ચુડાસમા પ્‍લોટ શેરી નં.૪માં છેલ્‍લા ૨૪ વર્ષથી કાર્યરત ગુજરાત સરકાર માન્‍ય આદિત્‍ય હાયર પ્રાયમરી સ્‍કુલમાં ૭૪માં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી થઇ, પ્રજાસતાક પર્વના ઉપલક્ષમાં અવનવા કાર્યક્રમો યોજાયા હતા.

આ રાષ્‍ટ્રીય પ્રસંગે માનવ સેવાની સદપ્રવૃતિઓ કરતા બે દંપતીઓએ રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી વંદના કરી હતી. પ્રથમ દંપતી ડો.રૂખસારબેન અને આમીર ડબ્‍બાવાળા, જેઓ માનવ સેવાને સમર્પિત દંપતી છે. ડો.રૂખસાર બહેન રાજકોટમાં બે જગ્‍યાએ ખિદમત કલીનીક રાહતદરે ગરીબ દર્દીઓ માટે સારવાર કેન્‍દ્રો ચલાવે છે. રૈયારોડ ઉપરના ૧૦-નહેરુનગર અને હનુમાનમઢી પાસેના પછાત વિસ્‍તારમાં જરૂરિયાતમંદ લોકોને સેવા પુરી વાડી રહયા છે.

માનવસેવા મૂર્તિઓ એવા આ બંને દંપતિઓની પ્રેરક ઉપસ્‍થિતિમાં આદિત્‍ય સ્‍કુલમાં ૭૪મો ગણતંત્ર દિવસ ઉજવાયો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના રીનાબેન ક્રિヘયિન, ભાવિશાબેન બાટવિયા, નેહાબેન ધાનક, પ્રવિણાબા જાડેજા, જયશ્રીબેન વ્‍યાસ, રીમાબેન સાકરિયા, ભાવનાબેન પારડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:19 pm IST)