Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વીકેન ગ્રુપ દ્વારા બહેનો-બાળકો માટે વિવિધ સ્‍પર્ધાઓ

રાજકોટઃ વીકેન ગ્રુપ દ્વારા રેસકોર્ષ-ટ્રેડફેર ખાતે સતત નવ દિવસ સુધી પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટના બહેનો-બાળકો માટે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. દરેક સ્‍પર્ધાની થીમ દેશભકિત જ રાખવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને ધારાસભ્‍ય ડે.મેયર ડો.દર્શિતાબેનબહેન શાહ, રાજકોટ મહાનગરપાલિકા દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, શહેર ભાજપ મિડીયા સેલ.કાર્યાલય રાજનભાઇ ઠાકર, રાજકોટ મિડિયા સિટીન્‍યૂઝના નિયતીબેન નથવાણી-રઘુવંશી મહિલા અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણી બ્રહ્મસમાજ મહિલા અગ્રણી લીનાબેન શુકલા, નેશનેલ મોટિવેશનલ સ્‍પીકર ભરતભાઇ દુદકીયા, શિક્ષણ સમિતિ પૂર્વવાઇસ ચેરમેનશ્રી અલ્‍કાબહેન કામદાર શહેર યુવા ભાજપઃ પૂર્વેશભાઇ ભરે,  ટ્રેડફેરના આયોજક ક્રિષ્‍નરાજસિંહ જાડેજાએ વિજેતાઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

નવ દિવસની વિવિધ સ્‍પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ડો.માધવી બારાઇ, ડો.ખુશ્‍બુ દેસાણી દવે, મિસિસ. ડોલીબેન ટાંક સેજલબેન રાયઠ્ઠા, અલ્‍કાબેન કામદાર, પારૂલબેન કપિલભાઇ પંડયા, મીતા વિઠ્ઠલાણી, પૂર્વીબેન પોકર, હરિતાબેન ચંદારાણાએ સેવા આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટીશ્રી ઘનશ્‍યામભાઇ કોટક, ડો.તૃપ્તિ કોટક રાજા, ડો.પીનાબેન કોટક, રાજુભાઇ ઠાકર, નીશાબેન ચોલેરા, ચેતન પજવાણી, વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શિવાની કોટકે કર્યુ હતું.

(3:19 pm IST)