Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઓશો વાટીકામાં ફેબ્રુઆરીમાં ૪ શિબિરો

રાજકોટઃ ઓશો હુમન યુનિવર્સીટી દ્વારા નિર્મીત કરેલ ઓમ અમુક ધ્‍યાનનું કોમ્‍બીનેશન છે. જેમાં ભાવનાઓનું ઓમ રેચન- મૈત્રીભાવ- આનંદ ઉત્‍સવ વગેરે વિશેષ સંગીત અને વિધિઓ સૌ સાથે મળી કરવાથી હળવાફુલ બની શકાય. મેડીટેશન ૧૨ ફેબ્રુઆરી સાંજે ૫ થી ૮ યોજાશે. જેના સંચાલક ડો.માં પ્રેમ નિધિ છે.

હારા કેન્‍દ્ર આપણી સમગ્ર ઉર્જાનું કેન્‍દ્ર છે. આ કેન્‍દ્ર સાથે જોડાવાથી અને તેના વિવિધ પરિણામોનો અનુભવ કરવાથી જીવન બદલાઈ શકે છે. ‘ઈન ટયુન વીથ હારા' ૧૩ ફેબ્રુઆરી સાંજે ૫:૩૦ થી ૮ યોજાશે. સંચાલક સ્‍વામિ નિરવ જયંત છે.

જયારે ‘બીઈંગ ઈન લવ' (ફકત કપલ માટે) ૧૪ ફેબ્રુઆરી સાંજે ૫ થી ૮ કલાકે સંચાલક ડો.માં પ્રેમ નિધીની શિબીર યોજાયેલ છે.

આ ઉપરાંત ‘વિજ્ઞાન ભૈરવ તંત્રા શિબિર' ૧૫ ફેબ્રુઆરી સાંજે ૬ થી ૧૯ ફેબ્રુઆરી બપોરે ૩ વાગ્‍યાથી શરૂ થશે. જેના સંચાલક ડો.માં પ્રેમ નિધિ અને સ્‍વામિ નિરવ જયંત છે.

આ શિબિરો અંગે વિશેષ માહિતી માટે મો.૯૯૭૮૪ ૮૦૮૨૯, મો.૯૮૯૮૯ ૮૦૪૪૦.

સ્‍થળ- ઓશો વાટીકા, કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઈડનો રોડ, (વાયા વાગુદળ - બાલાસર રોડ), રાજકોટ.

(3:18 pm IST)