Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રાજકોટમાં ફેબ્રુઆરીમાં ઓપન સ્ટેટ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફીઝીકસ ચેમ્પિયનશીપ 'ગુજરાત કેશરી'

૨૦૦થી વધુ બોડી બિલ્ડરો ભાગ લેશે, વિજેતાઓને ઇનામોથી નવાઝાશે

રાજકોટઃ નેક્ષસ ફિટનેશ જીમ, લેટસ ફીટ જીમ, નિધિ સ્કુલ, સ્ટ્રોંગ ટચ ફિટનેસ એકવીપમેટ, આર.કે.બિલ્ડર્સ, હિન્દુસ્તાન પ્રોજેકટ, જનતા ફાર્મા, કોસ ફીટ જીમના સંયુકત ઉપક્રમે રાજકોટમાં સૌ પ્રથમવાર ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફીજીકસ ચેમ્પિયનશીપ ગુજરાત કેશરી ૨૦૨૩નું આયોજન આગામી તા.૫ ફેબ્રુઆરના રવિવારના રોજ હેમુગઢવી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ છે.

આ ચેમ્પિયનશીપમાં ૫૫ કિલો ગ્રામ, ૬૦ કિલો ગ્રામ, ૬૫ કિલો ગ્રામ, ૭૦ કિલો ગ્રામ, ૭૫ કિલો ગ્રામ, ૮૦ કિલો ગ્રામ, ૮૫ કિલો ગ્રામ, ૯૦ કિલો ગ્રામ, ૯૦ કિલો ગ્રામ, ૯૦ પ્લસ કિલોગ્રામ, મેન્સ ફીજીકસમાં– ૧૭૦ મીટર અને ૧૭૦ મીટર કેટેગરીમાં ભાઇઓ ભાગ લેશે. સ્પર્ધા નિહાળવા માટેનો જાહેર જનતા માટે સાંજના ૫થી ૧૦ દરમ્યાન નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

આ ચેમ્પિયનશીપમાં એચ.એચ.મહારાજા રાઓલ વિજયરાજસિંહજી ગોહિલ(ભાવનગર સ્ટેટ), યાદવેન્દ્રસિંહજી જાડેજા(ગોંડલ સ્ટેટ), શ્રી ઠાકોર સાહેબ, જયદિપસિંહજી ઝાલા(લીંબડી સ્ટેટ), શ્રી ભરતભાઇ બોઘરા(પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ ગુજરાત), શ્રી વિરલ પટેલ (ડાયરેકટર કર્ણાવતી કલબ અમદાવાદ), શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા(જીલ્લા રમતગમત અધિકારી રાજકોટ) ઉપસ્થિત રહેશે. ગુજરાત કેશરી ચેમ્પિયનશીપમાં વિજેતા થનાર તમામને રોકડ પુરસ્કાર, મેંડલ, ટ્રોફી, સર્ટીફીકેટ, તેમજ ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે. આ ચેમ્પીયનશીપમાં વિજેતાઓને રાષ્ટ્રીય બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ માટે પસંદ કરવામાં આવશે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૧૩૦ ખેલાડીઓને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

આ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે અસફાક ઘૂમરા (૯૯૯૮૮ ૩૭૩૬૯)નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

આયોજનને સફળ બનાવવા જીમી ભુવા, વિવેક અંકલેશ્વરિયા, યશપાલસિંહ ચુડાસમા, રવિ ભીમાણી, મનોજ બોરીચા, ભીમભાઇ કેશવાળા, અનીલ પટેલ, ડો.ફૈજાન જુનેજા, રાઠોડ હર્ષદ, ઉર્વેશ પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, જય ચંદનાણી, કેતન પટેલ જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:18 pm IST)