Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શુક્રવારે વિશ્વકર્મા જયંતિ નિમિતે મહારકતદાન કેમ્‍પ

રાજકોટ તા. ૩૧ : શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિતે શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા. ૩ ના શુક્રવારે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે શુક્રવારે શ્‍યામ મંદિર, રીંગ રોડ બાયપાસ, કોઠારીયા ચોકડી ખાતે શુક્રવારે સવારે ૭ થી ૧ સુધી સમાજ ઉત્‍થાન, સમાજ ઉત્‍કર્સ અને સમાજ સેવાના ભાગરૂપે મહારકતદાન કેમ્‍પ યોજેલ છે. જેમાં ૫૦૦ થી વધુ યુનિટ રકતદાન થાય તેવી તૈયારીઓ કરાઇ છે.

રાજકોટ વોલન્‍ટરી બ્‍લડ બેંક અને ફિલ્‍ડ માર્શલ બ્‍લડ બેંકના સહયોગથી યોજાયેલ આ રકતદાન કેમ્‍પમાં એકત્ર થયેલ રકત જરૂરતમંદ દર્દીઓને અર્પણ કરાશે.

ઉલ્લેખનીય છે કે આ સંસ્‍થા દ્વારા વર્ષમાં ત્રણ વખત રકતદાન કેમ્‍પ તેમજ મેડીકલ સાધનોની નિઃશુલ્‍ક સેવા, સર્વજ્ઞાતિને રાહતદરે ચોપડા વિતરણ, વિદ્યાર્થી સન્‍માન સમારોહ, નિઃશુલ્‍ક ફીઝીયોથેરાપી કેમ્‍પ, શ્રાવણમાં લઘુરૂદ્ર અભિષેક, નવરાત્રીમાં બાળાઓને લ્‍હાણી વિતરણ, ગૌશાળાઓને ઘાસચારો સહીતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આ કેમ્‍પમાં મહેમાનો તરીકે કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, કમલેશભાઇ મિરાણી, ડો. પ્રદીપ ડવ, પુષ્‍કરભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, ભુપતભાઇ બોદર, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કશ્‍યપભાઇ શુકલ, અમિતભાઇ અરોરા, વિનુભાઇ ધવા, રવજીભાઇ મકવાણા, શ્રીમતી દક્ષાબેન વાઘેલા, શ્રીમતી કીર્તીબા રાણા, શ્રીમતી અનિતાબેન ગોસ્‍વામી, આમંત્રીત મહેમાનો તરીકે કેયાબેન ચોટલીયા, શ્રધ્‍ધાબેન પરમાર, ડો. જીલેશભાઇ ટાંક, ડો. કૃપાબેન ટાંક, ડો. નિશાંતભાઇ શીરોદરીયા, ડો. મૌલીકભાઇ હાસલીયા, એસ. બી. રાઠોડ, રાયસનભાઇ મેર, સુખદેવભાઇ ડાંગર, રોનકભાઇ રાવલ વગેરે ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ નિલેશભાઇ ચાવડા (મો.૯૪૨૭૨ ૨૦૭૬૩), ઉપપ્રમુખ જતીનભાઇ મારૂ, ખજાનચી રીતેશભાઇ ટાંક, મંત્રી કિશોરભાઇ ચોટલીયા, સહમંત્રી સંદીપભાઇ મકવાણા, કારોબારી સભ્‍યો મનોજભાઇ રાઠોડ, વિજયભાઇ રાઠોડ, હિતેશભાઇ ભાલીયા, કે. જે. ચાવડા, વિપુલભાઇ ટાંક, રાકેશભાઇ પરમાર, રાકેશભાઇ ટાંક, નીખીલભાઇ ટાંક, કિશનભાઇ સોલંકી, જયભાઇ સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા માધવરાયજી ટ્રસ્‍ટના સર્વે આગેવાનો નજરે પડે છે.

(3:17 pm IST)