Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

લાલપરી વિસ્‍તારની બે સગીર બહેનોના અપહરણ અને બીજી સગીરાના દુષ્‍કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૩૧ : રાજકોટ શહેરમાં મોરબી રોડ વિસ્‍તારમાં આવેલ જય જવાન જય કિશન સોસાયટી પાસે, લાલપરી વિસ્‍તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાની બન્ને સગીર વયની પુત્રીઓ જેમાં પ્રથમ મોટી પુત્રી ઉ.૧૬ અને નાની પુત્રી ઉ.૧પ ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટના બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી પોપટ વહાણભાઇ ગોલતર (ભરવાડ) ની રાજકોટ બી. ડીવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા પોકસો અદાલતે આ કામના આરોપીને ઉપરોકત ગુન્‍હાના કામ સબબ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવે છ.ે

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામમાં મોરબી રોડ વિસ્‍તારમાં આવેલ જય જવાન જય કિશન સોસાયટી પાસે, લાલપરી પાસે વિસતારમાં રહેતા એવા ભોગ બનનારના પિતાએ ગત તારીખ ૧૪/૩/ર૦૧૭ ના રોજ રાજકોટના બી.ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં પોતાની સગીર વયની બન્ને પુત્રીઓને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવા અંગેની આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ આપેલ હતી.

બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલ્‍ટ તપાસમાં બનાવથી વિપરીત હકીકત રેકર્ડ પર આવેલ તથા ઘણો બધો વિરોધાષ રહેલ હોય તેમજ તેમની જુબાની શંકાશીલ હોય તેમજ આરોપી સામે બે સગીરાઓનું અપહરણ કરી દુર્ષ્‍કમ કરવાનું ત્‍હોમતનામુ ફરમાવવામાં આવેલ હતું. પરંતુ ફરીયાદ પક્ષ દ્વારા અત્‍યંત મહત્‍વના સાહેદ એટલે કે ભોગ બનનાર બે સગીરાઓ પૈકી એકને ડ્રોપ કરી દીધેલ જેથી ફરીયાદ પક્ષ કેસને નિઃશંક પણે પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ આ કામના આરોપી પોપટ વહાણભાઇ ગોલતર (ભરવાડ) ને સ્‍પે. પોકસો કોર્ટના જજશ્રીએ શંકાનો લાભ આપી સદરહું ગુન્‍હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા રોકાયેલા હતા.

(3:17 pm IST)