Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પારડીમાં રિક્ષા દૂર લેવાનું કહી હમીરભાઇને ધર્મેશે ઘુસ્‍તાવ્‍યા

રાજકોટ તા. ૩૧: શાપરના પારડી ગામે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હમીરભાઇ પીઠાભાઇ વાળા (ઉ.વ.૫૦)ને પોતે ગામમાં સહજાનંદ સોસાયટીમાં પોતાની રિક્ષા લઇને ફાકી ખાવા ગયા ત્‍યારે ત્‍યાં ઉભેલા ધર્મેશે રિક્ષા દૂર લઇ લેવાનું કહી ગાળો દેતાં હમીરભાઇએ હમણાં લઇ લે છે તેમ કહી ગાળો નહિ બોલવા સમજાવતાં તેણે ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી.

શાપરમાં ગરમ પાણીમાં પડતાં બાળકી દાઝી

શાપર વેરાવળમાં શિતળા મંદિર પાસે રહેતાં હિતેષ સિંગની દિકરી પ્રાચી (ઉ.વ.૨ાા) રમતાં રમતાં ગરમ પાણી ભરેલી ડોલમાં પડી જતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

(11:43 am IST)