Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ગોંડલમાં પિતાને ગાળો દેવાની ના પાડતાં પ્રજવલ રાઠોડને પ્રવિણે ઢીકાપાટુ માર્યા

રાજકોટ તા. ૩૧: ગોંડલના દોલતપરામાં રહેતાં અને પિતા સાથે કરિયાણાની દૂકાનમાં બેસતાં પ્રજવલ સુરેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૩)ને ત્‍યાં જ રહેતાં પ્રવિણ નામના શખ્‍સે ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

પ્રજવલના સગાના કહેવા મુજબ પ્રવિણ દૂકાન પાસે પ્રજવલના પિતાને ગાળો દેતો હોઇ તેણે ગાળો બોલવાની ના પાડતાં તેના પર હુમલો કર્યો હતો.

(11:42 am IST)