Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ત્રણ મિલ્‍કત બાકીદારોના નળ જોડાણ કટ : ૬૦.૨૯ લાખની વસુલાત

મનપાની વેરા શાખાએ ૧૨ મિલ્‍કતો સીલ કરી : ૩૯ને ટાંચ જપ્‍તીની નોટીસ : શહેરના સદર બજાર, ગોડાઉન રોડ, રણછોડનગર, પેડક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્‍તારોમાં કાર્યવાહી

રાજકોટ,તા. ૩૦ : શહેરમાં મિલ્‍કત વેરા બાકીદારો સામે મનપાની વેરા વસુલાત શાખા દ્વારા કડક ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે ૧૨ મિલ્‍કતોને સીલ મારી ૩૯ મિલ્‍કતોને ટાંચ જપ્‍તીની નોટીસ ફટકારી ૩ બાકીદારોના નળ કનેકશન કપાત કરાયેલ. આજે અડધા દીવસમાં ૬૦.૨૯ લાખની રીકવરી કરવામાં આવેલ.

મનપાની સત્તાવાર યાદી મુજબ આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૧૨ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૩ નળકનેકશન કપાત કરેલ તથા ૩૯ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ રીકવરી રૂા. ૬૦.૨૯ લાખ રીકવરી કરવામાં આવી હતી. વોર્ડ-૪માં જકાતનાકા પાસે આવેલ ૫-યુનિટને નોટીસ આપેલ. જ્‍યારે વોર્ડ નં. ૬માં પેડક રોડ પર આવેલ ૪-યુનિટ ને નોટીસ આપેલ.  વોર્ડ નં. ૧૫માં સર્વોદય સોસાયટીમાં ૧-મકાનના બાકી માંગણા સામે નળ-કનેકશન કપાત કરવામાં આવેલ.

મનપા દ્વારા સે.ઝોન દ્વારા કુલ-૭ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૬ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ આપેલ તથા રિવકરી રૂા. ૧૯.૯૩ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ -૩ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૧ મિલ્‍કતોને ટાંચ જપ્‍ત નોટીસ આપેલ તથા રિકવરી રૂા. ૨૨.૩૪ તથા ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ -૨ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૩ નળ કનેકશન કપાત કરેલ તથા ૧૨ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ આપેલ તથા રિકવરી રૂા. ૧૮.૦૨ લાખ કરવામાં આવેલ. આમ. આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૧૨ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૩ -નળકનેકશન કપાત કરેલ તથા ૩૯ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ આપી રૂા. ૬૦.૨૯ લાખ રિકવરી કરેલ છે.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેકટરો દ્વારા આસી. કમિશ્‍નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્ગવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:58 pm IST)