Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વિવિધ કક્ષાનું શિક્ષણ મેળવવા માટે ઉપયોગી સ્‍કોલરશીપઃ જલ્‍દી અરજી કરો

એમ. બી.એ./એમ. એ. (ઇકોનોમિકસ)માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તક : બી.ઇ./બી.ટેક (કેમીકલ, ઇલેકટ્રીકલ, સિવિલ, મિકેનિકલ)માં ભણતી વિદ્યાર્થીઓ માટે શિષ્‍યવૃત્તિ : ધોરણ ૯ અને ૧૦માં શિક્ષણ લેતા પોલીસ કર્મચારીઓના બાળકો માટે સ્‍કોલરશીપ ઉપલબ્‍ધ

રાજકોટ તા. ૩૦ :.. આજનું યુવાધન સોનેરી ભવિષ્‍ય માટે સતત પ્રયત્‍નશીલ રહેતું હોય છે. ઉચ્‍ચ શિક્ષણના સહારે વિવિધ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે અલગ-અલગ કક્ષાનું શિક્ષણ મેળવતું હોય છે. સમાજોપયોગી શિક્ષણ મેળવવા માટે હાલમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા શિષ્‍યવૃતિઓ પણ આપવામાં આવે છે. જેની ઉપર એક નજર કરીએ તો....

*  DBS  સ્‍કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત સબ ઇન્‍સ્‍પેકટર કે તેનાથી નીચેની પોસ્‍ટ-રેન્‍ક ધરાવતા પોલીસ કર્મચારીઓના ધોરણ ૯ અને ૧૦ માં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૩ વર્ષ સુધી દર વર્ષે ર૦ હજાર રૂપિયા મળશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પ-ર-ર૦ર૩ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

તમિલનાડુ, કર્ણાટક, કેરાલા, આંધ્ર પ્રદેશ, તેલંગણા અથવા પોંડીચેરી (પુડુચેરી)માં રહેતા સબ ઇન્‍સ્‍પેકટર કે તેનાથી નીચેની પોસ્‍ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના ધોરણ ૯ અને ૧૦માં ભણતા બાળકો અરજીપાત્ર છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/dbsds11

* ટેકિનપ એનર્જીસ ઇન્‍ડિયા સ્‍કોલરશીપ પ્રોગ્રામ ર૦રર-ર૩ અંતર્ગત દિલ્‍હી એનસીઆર (ગાઝીયાબાદ, નોઇડા, ગુરૂગ્રામ, ફરીદાબાદ), બિહાર, અસમ, રાજસ્‍થાન, તમિલનાડુ, ગુજરાત તથા મહારાષ્‍ટ્રની હાલમાં બી.ઇ./બી.ટેક. કોર્ષમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્‍કોલરશીપ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીનીઓને ૩૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧-ર૦ર૩ છે.

 - અરજી કરવા માટેની પાત્રતા

દિલ્‍હી એનસીઆર (ગાઝીયાબાદ, નોઇડા, ગુરૂગ્રામ, ફરીદાબાદ), બિહાર, અસમ, રાજસ્‍થાન, તમિલનાડુ, ગુજરાત તથા મહારાષ્‍ટ્રની વિદ્યાર્થીનીઓ અરજીપાત્ર છે. અરજી કરનાર વિદ્યાર્થીનીઓ બી.ઇ./બી.ટેક.માં કેમીકલ, ઇલેકટ્રીકલ, સિવિલ  કે મિકેનીકલ એન્‍જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતી હોવી જોઇએ અને તેઓએ ધોરણ-૧ર માં ૭૦ ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. અરજદારની કુલ પારિવારિક વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/tspss1

* ક્રેડિટ સુઇસ  સ્‍કોલરશીપ ફોર એમ. બી. એ. એન્‍ડ એમ. એ. (ઇકોનોમિકસ) સ્‍ટૂડન્‍ટસ ર૦રર અંતર્ગત બડી ફોર સ્‍ટડી દ્વારા પસંદગીની સંસ્‍થાઓમાં એમ. બી. એ. કે એમ. એ. (અર્થશાષા) કોર્ષમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ આપવામાં આવે છે. આ સ્‍કોલરશીપનો ઉદેશ્‍ય યોગ્‍ય લાયક ઉમેદવારોને આર્થિક સહયોગ આપીને પોતાની શૈક્ષણીક ફી ભરવા માટે સક્ષમ બનાવવાનો છે. પસંદ થનાર ઉમેદવારોને કુલ ફીની ૮૦ ટકા સુધીની રકમ અથવા બે લાખ રૂપિયા સુધીની એક નિヘીત રકમ, બંનેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧-ર૦ર૩ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓ પસંદગીની આપેલી સંસ્‍થાઓમાં એમ. બી. એ. કે એમ. એ. (ઇકોનોમિકસ) કોર્ષમાં અભ્‍યાસ કરતા હોય અને જેઓએ ઓછામાં ઓછા ૬૦ ટકા કે તેથી વધુ ટકા સાથે ધોરણ ૧ર કે ગ્રેજયુએશન પાસ કરેલ હોય તેઓ અરજીપાત્ર છે. અરજદારોની પારિવારિક વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે. બડી ફોર સ્‍ટડી દ્વારા નકકી કરાયેલા નિયમોને આધીન પાત્રતા ગણવામાં આવશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/cse4

* ઉચ્‍ચ અભ્‍યાસ સાથે ઉજજવળ કારકીર્દીનું નિર્માણ કરવા હાલમાં જીવનોપયોગી સ્‍કોલરશીપ મળી રહી છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, આત્‍મવિશ્વાસ, સ્‍વપ્રયત્‍ન, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને  ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

સ્‍માઇલીંગ સ્‍ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(10:51 am IST)