Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

શહેરના રાજમાર્ગો પરથી મંજુરી વિનાના રાજકીય-સામાજીક સંસ્‍થાના ૩૮૦ બોર્ડ-બેનરો હટાવાયા

મનપાની દબાણ હટાવ શાખાનો સપાટો : વિવિધ વિસ્‍તારોમાંથી ર૦ રેંકડી, ૧૧૧ પરચુરણ ચીજવસ્‍તુ તથા ૧૯૦ કિલો શાકભાજી જપ્તઃ ૮૭ હજારનો ચાર્જ વસુલ

રાજકોટ,તા. ૩૦: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૩૧ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, ૧૯૦ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૩૮૧ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા તા. ર૩ થી ર૯ સુધીમાં રસ્‍તા પર નડતર રૂપ ૨૦ રેકડી તે નંદનવન(રાણી પાર્ક), જીવરાજ પાર્ક, બાપાસિતારામ ચોક, લક્ષ્મીનગર,  પર થી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી  અન્‍ય ૧૧૧ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી જીવરાજ પાર્ક, ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ સામે, સાધુવાસવાણી રોડ, બાપાસિતારામ ચોક, યુનિ.રોડ, કોઠારીયા રોડ, ૮૦ ફુટ રોડ મોરબી બાયપાસ પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૯૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્‍કરધામ, યુનિ.રોડ, ગાયત્રી કેરિયરની સામેના રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૪૩,૦૦૦/- વહીવટી ચંદ્રેશનગર, પટેલ કન્‍યા છાત્રાલય, કોઠારીયા રોડ, ૮૦ ફુટ રોડ મોરબી બાયપાસ પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ.૪૪,૫૮૫ મંડપ ચાર્જ જે સંતકબીર રોડ, ચંદ્રેશનગર, પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતો અને ૩૮૧ બોર્ડ-બેનર તે  પેડક રોડ, કોઠારીયા રોડ, જીવરાજ પાર્ક, યુનિ.રોડ, કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ મોરબી બાયપાસ પરથી જપ્ત કરવામા આવ્‍યા હતા.

(3:26 pm IST)