Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અનિલ- સ્વસ્તિક ગર્લ્સ સ્કુલમાં દેશભકિતના કાર્યક્રમો

 રાજકોટઃ સરગમ કલબ સંચાલીત શ્રી માતુશ્રી પાર્વતીબેન ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી અનિલજ્ઞાન મંદીર તથા શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રજાસત્તાક દિને વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિતના સાંસ્કૃતિક કાર્યક્રમો 'દિકરીની સલામ, દેશને નામ' શિષક હેઠળ રજુ  થયા હતા. ધો-૯ તથા ૧૧ અને ૧૨ના વિદ્યાર્થી ભાઇ- બહેનો દ્વારા દેશભકિતના ગીતો પર ડાન્સ તેમજ વકતવ્ય સહિતના કાર્યક્રમો રજુ કર્યા હતા.  ધ્વજવંદન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા અને આરડી ગ્રુપના રાકેશભાઇ પોપટના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુરેશભાઇ મહેતા, પ્રવિણભાઇ જોશી, તેમજ સરગમ લેડીઝ કમિટી મેમ્બર્સ બીનાબેન વીઠલાણી, આશાબેન વીઠલાણી સહિતના ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન  દ્રષ્ટિબેન પાઠક અને સોનલબેન કયુંર્ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના પ્રિન્સીપાલ  છાયાબેન દવેના માર્ગદર્શન હેઠળ કાજલબેન વોરા, નિશાબેન ભટ્ટ, આશાબેન વ્યાસ, દિપ્તીબેન જોષી, આશાબેન જાડેજા તેમજ વિદ્યાર્થીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:16 pm IST)