Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

દારૂના ગુનામાં એકવર્ષથી ફરાર શખ્સને ઝડપી લેતી આજી ડેમ પોલીસ

રાજકોટ તા. ૩૦ : શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સને આજીડેમ પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ ઇન્દ્રસિંહ, ઉમેદભાઇ, કુલદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ ઇન્દ્રસિંહ અને ઉમેદભાઇને મળેલી બાતમીના આધારે વિદેશી દારૂના ગુનામાં એકવર્ષથી ફરાર પ્રહલાદસિંહ જયદેવસિંહ ચુડાસમા (ઉ.૩૦) (રહે. રણુજા મંદિરની પાછળ) ને પકડી લીધો કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)