Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ભેજવાળો ઓકિસજન સ્વાસ્થ્ય માટે સારો

વેન્ટિલેટર ભેજવાળો કૃત્રિમ ઓકિસજન આપે છે, નાસની વરાળમાં ભેજવાળો કુદરતી ઓકિસજન મહત્તમ હોય છે

 

શિયાળામાં હવે ઠંડીનું પ્રમાણ વધવાની પૂરેપૂરી શકયતાઓ છે. આ સ્થિતિમાં કોરોના,સ્વાઈન ફ્લૂ કે ઋતુ ચેન્જને કારણે વાયરલ ઇન્ફેકશનના વાયરસો નાક અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશ કરતા હોય છે. જો તે ગળામાં કફ ઉત્પન્ન કરે તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ સ્થિતિમાં નાસ લેવામાં આવે તો નાક અને ગળામાં કફ જામતો નથી.જામી ગયેલો કફ દૂર થાય છે.

કોરોનાથી બચવા નાસ લેવાના ફાયદા

(૧) નાસની વરાળ હવા માંથી પસાર થઈ નાક સુધી પહોંચે છે.આ ગરમ હવામા ભેજ વાળા કુદરતી ઓકિસજનનું પ્રમાણ વધારે હોય છે(૨)મોઢા અને નાક બન્ને દ્વારા એકીસાથે વરાળનો નાસ લેવો જોઈએ જેથી ફેફસામાં મહત્તમ ભેજવાળો કુદરતી ઓકિસજન પહોંચી શકે(૩)સમગ્ર ફેઇસ પર વરાળનો નાસ લેવો જોઈએ જેથી ચહેરા પર ખિલ કે ડાઘ હોય તો તેમાં પણ રાહત થઇ શકે છે. (૪) બહારથી પણ સમગ્ર ગળા પર વરાળનો નાસ લેવો જોઇએ. (૫) જો શરદીનું પ્રમાણ વધારે રહેતું હોય તો બંને કાન ઉપર પણ વરાળનો નાસ લઇ શકાય. (૬)બંને હાથ ઉપર પણ વરાળ લેવાથી હાથ સારી રીતે સાફ થઈ થશે.(૭) પીવાના સદા પાણીને ગરમ કરીને પી પણ શકાય. (૮)શરદી,ઉધરસ અને અસ્થમા જેવી બીમારીઓમાં પણ રાહત આપી શકે છે. (૯)નાક અને ગળામાં કફ જામવા દેતો નથી.જામી ગયેલા કફને દૂર કરે છે માથું ભારે ભારે લાગતું હોય તો તેમાં હળવાશ અનુભવાય છે.

નાસ લેવાના ઇલેકટ્રીક મશીન માટેના સુચનો

(૧) દરેક વખતે મશીનમાં પીવાના સાદા પાણીને બદલતા રહેવું

(૨)નાસ લેવાનું મશીન પ્લાસ્ટિકનું હોય તેને પણ સાફ કરતા રહેવું.

આ ઉપરાંત નીચેની તકેદારી પણ રાખી શકાય

(૧) ભીડભાડવાળી જગ્યાઓ ઉપર જવાનું થાય તો મોઢામાં વીકસની ગોળી રાખી શકાય.(૨)રોલર બામ સાથે રાખો તેનો પણ ઉપયોગ કરી શકાય.(૩)બંને નાકમાં ઘી લગાડો.(૪)બંને કાનમાં રૂ નાં પૂમડાં ભરાવીને રૂમાલનો માસ્ક બનાવો. શિયાળામાં પણ ઉપયોગી થશે.

નોંધઃ પ્રયોગનો અતિરેક ન થાય તે ખાસ જોવું.

નિષ્ણાતઃ- ડો. નૈમિષ જાવિયા MBBS.PG Students Pediatrics Pune મો. ૭૯૮૪૫ ૧૯૫૯૫

લેખકઃ અશ્વિન ભુવા,

મો.૮૩૨૦૫ ૫૬૦૧૨, મો.૯૪૨૮૮ ૮૯૫૬૦

(3:45 pm IST)