Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

માસીયાઇ ભાઇના લગ્નમાં જતી વખતે ગોકુલનગરના ગોપાલ બલીયાનું મોલડી નજીક અકસ્માતમાં મોત

બાઇક લઇને ખોરાણા જઇ રહ્યો હતોઃયુવાને રાજકોટમાં દમ તોડ્યોઃ સામા કાંઠાના પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૮: સામા કાંઠે સંત કબીર રોડ પર ગોકુલનગર-૫માં રહેતાં ગોપાલ રૂડાભાઇ બલીયા (રબારી) (ઉ.વ.૧૮) નામના યુવાનનું ચોટીલાના મોલડી-લોરીયાનેસ વચ્ચે વાહન અકસ્માતમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ ગોપાલ બલીયા ગઇકાલે રાજકોટથી ખોરાણા તેના માસીયાઇ ભાઇના લગ્નમાં હાજરી આપવા જવા બાઇક લઇને નીકળ્યો હતો. એ દરમિયાન બપોરના દોઢેક વાગ્યે મોલડી નજીક અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે મોલડી પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર ગોપાલ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને અભ્યાસ કરવા સાથે છુટક કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. યુવાન અને આધારસ્તંભ દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. કોઇ વાહને ટક્કર મારી કે કેમ? તે અંગે પોલીસ વધુ તપાસ કરે છે.

(12:50 pm IST)