Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કોરોના કાળમાં મહાપાલીકાની વેરા આવક મંદ પડી

મિલ્કત વેરાનો ટાર્ગેટ પુરો કરવા પાંચ મહીનામાં ૧ર૦ કરોડ ભેગા થશે

અત્યાર સુધીમાં ૧૪૦ કરોડનો વેરો ર.૩૬ લાખ લોકોએ ભરી દીધોઃ ૧.ર૮ લોકોએ ઓનલાઇનથી ભરાયો છે

રાજકોટ,તા.,૧: કોરોના કાળમાં મ.ન.પા.ની વેરા આવક આ વર્ષે ઘણી મંદ રહી છે. આ વર્ષે હજુ અત્યાર સુધીમાં ૧૪૦  કરોડની વેરા આવક નોંધાઇ છે. ત્યારે હવે માર્ચ મહીનામાં પુર્ણ થતાં નાણાકીય વર્ષને  હવે પાંચ મહીનામાં વેરા આવકનો ર૬૦ કરોડનો ટાર્ગેટ પુર્ણ કરવા માટે હજુ ૧ર૦ કરોડ ભેગા કરવાના થાય છે. તે થઇ શકશે કે કેમ? તેની ચિંતા તંત્ર વાહકોને સતાવી રહી છે.

દરમિયાન કોરોના મહામારીના પગલે લોકડાઉનના કારણે આ વર્ષે  મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્ષની આવક અગાઉના વર્ષો કરતાં ઘટી હતી. આ આવકમાં વધારો કરવા માટે રાજય સરકાર તરફથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે.જે કરદાતા ૩૧ ઓગસ્ટ સુધીમાં ૨૦૨૦-૨૧નો પ્રોપર્ટી ટેક્ષ ભરી દેશે તેને ૨૦ ટકા વળતર તથા રહેણાંક મિલ્કતનો ટેક્ષ ૩૧ ઓગસ્ટ સુધી ભરી દેશે તેના માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.ગઇકાલ યોજના પુર્ણ થતા કુલ ૨,૨૦,૯૮૭ કરદાતાઓ દ્વારા કુલ રૂ.૧૩૦.૧૦ કરોડની આવક થવા પામી હતી. જે ગત વર્ષ કરતા વધુ  આવક થયા પામી હતી. બિન રહેણાંકનાં  તથા રહેણાંક મિલ્કતના કરદાતાઓને રૂ.૧૪.૬૪ કરોડનું વળતર આપવામાં આવ્યુ હતુ.

૧.૨૮ લાખ કરદાતાઓએ ઓન લાઇન ભર્યો

 આ વર્ષે કુલ ૨.૨૦ લાખ કરદાતાઓએ મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે.જેમાં ૧.૨૮ લાખ કરદાતાઓએ રૂ.૬૬કરોડનો  વેરો ઓનલાઇનથી ભર્યો હતો. તંત્ર દ્વારા ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વધુ ૧ ટકો અને રૂ.૫૦નું વળતર આપવામાં આવે છે.

(3:22 pm IST)