Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ટેકાના ભાવે મગફળી વેંચવામાં પ ટકા ખેડૂતોને પણ રસ નથી : બોલાવ્યા પ૯૬૦૧ને આવ્યા માત્ર ર૭૭૬

ખુલ્લા બજારમાં પુરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો રાજી

રાજકોટ, તા. ૩૦ :  રાજય સરકારે તા. ર૧ થી નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી છે. અત્યાર સુધી સરકારે જેટલા ખેડૂતોને મગફળી લઇને આવવા મેસેજ કર્યા છે. તે પૈકી માત્ર ૪.પ ટકા જેટલા જ ખેડૂતો આવ્યા છે. ખુલ્લા બજારમાં ટેકાના ભાવ જેટલા અથવા તેથી વધુ ભાવ અને ત્વરિત નાણા મળતા હોવાથી ખેડૂતો સરકારી પ્રક્રિયામાં પડવા માંગતા નથી. સરકારની ખરીદી ચાલુ હોવાથી ખુલ્લા બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ કુલ ૪,૭૦,૩૭૮ ખેડૂતોએ મગફળી વેચવા ઓનલાઇન નોંધણી કરાવેલ. જેમાંથી આજે સવાર સુધીની સ્થિતિ મુજબ પ૯૬૦૧ ખેડૂતોને એસ.એમ.એસ. કરાયેલ. મગફળી વેચવા માટે અત્યાર સુધીમાં માત્ર ર૭૭૬ ખેડૂતો આવ્યા છે. જેમાંથી ર૪૧ ખેડૂતોની મગફળી ભેજ કે અન્ય કારણસર નામંજુર થઇ છે. રપ૩પ ખેડૂતોએ મગફળી વેંચી છે. ખેડૂતોને રૂ. ર૪૬૦ લાખ ચુકવવા પાત્ર વેંચી છે. ખેડૂતોને રૂ. ર૪૬૦ લાખ ચુકવવા પાત્ર થયા છે. જો કે આ વખતે પબ્લીક ફંડ મેનેજમેન્ટ થયા છે. જો કે આ વખતે પબ્લીક ફંડ મેનેજમેન્ટ  સિસ્ટમ અમલમાં હોવા છતાં આજ સુધી એક પણ ખેડૂતને નાણા ચુકવાયા નથી ગયા વર્ષે નોંધાયેલા કુલ ખેડૂતો પૈકી બાવન ટકા જેટલાએ મગફળી વેંચી હતી. આ વખતે આ આંકડો ઘણો નીચો રહેશે તેમ જણાય છે.

(3:21 pm IST)