Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજકોટના મનહરપુરમાં થયેલ ભુપત ખુન કેસના આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા., ૩૦: રાજકોટના મનહરપુરમાં નામચીન કોળી શખ્સ ભુપત સોમાભાઇના ખુનના ગુન્હામાં આરોપી આહીર શખ્સ આનંદ ખેંગાર જરૂનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં મનહરપુરમાં રહેતા કોળી યુવાન ભુપત સોમાભાઇ જાખેલીયાએ ગાંધીગ્રામ (યુનિ.) પોલીસ સ્ટેશનમાં તા.૧૦-૧ર-૧૯ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે પોતાને રીક્ષા પાર્ક કરવા બાબતે જયદીપ વિભાભાઇ હુંબલ વિગેરે સાથે ઝઘડો થયેલ અને જે ઝઘડાનો ખાર રાખી જયદીપ વિભાભાઇ, પ્રકાશ વિભાભાઇ, વિભાભાઇ હુંબલ, જીતેશ કાનાભાઇ હુંબલ, અશ્વીન ખેંગારભાઇ જરૂ, આનંદ ખેંગારભાઇ જરૂ, અરશી આહીર વિગેરે શખ્સો સામે ખુની હુમલાની ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં ચાલુ સારવાર દરમ્યાન ભુપત સોમાભાઇનું મૃત્યુ નિપજતા ખુનનો ગુન્હો બનેલ હતો.

ઉપરોકત ગુન્હામાં પોલીસે જયદીપ વિભાભાઇ હુંબલ વિગેરે સાથે ઝઘડો થયેલ અને જે ઝઘડાનો ખાર રાખી જયદીપ વિભાભાઇ, પ્રકાશ વિભાભાઇ, વિભાભાઇ હુંબલ, જીતેશ કાનાભાઇ હુ઼બલ, અશ્વીન ખેંગારભાઇ જરૂ, આનંદ ખેંગારભાઇ જરૂ, અરશી આહીર વિગેરેનો ૧૦ શખ્સો ધરપકડ કરેલ હતી. મુદામાલ હથીયારો કબ્જે કરી આરોપીઓની રીમાન્ડ મેળવી પુરતા પુરાવાઓ હોય જેલ હવાલે કરેલ હતા. ત્યાર બાદ આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા હોય નામદાર જયુ. અદાલતમાં તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરેલ હતું.

ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી આનંદ ખેંગારભાઇ જરૂ, ઠે. મનહરપુર-૧, જામનગર રોડ, રાજકોટ વાળાએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવતા જેનાથી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ.

ઉપરોકત સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ અરજદાર આરોપીને રૂ. ૧૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આશીષભાઇ ડગલી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી.નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવીરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, કુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:47 pm IST)