Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

પ્રિમીયમ સ્કુલનું નીટ અને જેઈઈમાં પ્રિમીયર રીઝલ્ટ

પ્રિમીયમ સ્કુલના તજજ્ઞ શિક્ષકો ડો.મનન જોષી, નેહા દેસાઈ, નીરવ બદાણી અને મુકેશ તિવારીના માર્ગદર્શન હેઠળ સફળતા મેળવતા છાત્રો

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ - સૌરાષ્ટ્રમાં નીટ અને જેઈઈની ઉત્તરોત્તર શ્રેષ્ઠ પરિણામ આવતી રાજકોટની પ્રિમીયમ સ્કુલનું આ વર્ષે પણ પ્રિમીયમ રીઝલ્ટ આવ્યુ છે. તાજેતરમાં જાહેર થયેલ મેડીકલ પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષાનું પરિણામ સર્વોત્તમ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આવ્યુ છે.

કોરોનાના કપરા સમયમાં લોકડાઉન જેવી સ્થિતિમાં પ્રિમીયમ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને નીટ માટે ટેસ્ટ સીરીઝ અને રીવીઝન લેકચરની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલ. જેનો વિદ્યાર્થીઓએ ભરપૂર ઉપયોગ કર્યો. સતત મોનીટરીંગ, મોટીવેશન અને ડાઉટ સોલ્વીંગ દ્વારા ટીમ પ્રીમીયરના શિક્ષકો ડો.મનન જોષી, નેહા દેસાઈ, નીરવ બદાણી, મુકેશ તિવારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી ઉચ્ચ પરિણામ હાંસલ કર્યુ છે. પ્રિમીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ નીટના પરિણામના ૭૨૦માંથી ઉચ્ચ ગુણ મેળવીને દર વર્ષે સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ સુનિશ્ચિત કરી ડોકટર બનવાનું સપનુ સાકાર કર્યુ છે. પ્રિમીયમ સ્કુલનું પરિણામ એક કિર્તીમાન સ્વરૂપ છે. તેમાં પ્રિમીયર સ્કુલના કુલ ૨૧૫ છાત્રોમાંથી ૬ છાત્રોને ૬૮૦થી વધુ ગુણ, ૧૬ વિદ્યાર્થીઓને ૬૫૦થી વધુ ગુણ, ૩૬ વિદ્યાર્થીઓને ૬૦૦થી વધુ ગુણ અને ૭૬ વિદ્યાર્થીઓને ૫૫૦થી વધુ ગુણ મેળવેલ છે. જયારે ૫૦૦થી વધુ ૨ ગુણ ૯૨ વિદ્યાર્થીઓને આવ્યા છે.

બીઝનેસમેન ચેતનભાઈ શરદ અને અપૂર્વીબેન શાહના સુપુત્ર રાજ શાહને નીટમાં ૬૮૧ ગુણ આવ્યા છે. રાજ શાહને રેડીયોલોજી અથવા સર્જીકલ બ્રાન્ચમાં સુપર સ્પેશ્યાલીસ્ટ થવાની મહેચ્છા છે. ઓનલાઈન રીવીઝન કરાવ્યુ હું પ્રિમીયર સ્કુલનો આભારી છું.

સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા બકુલભાઈ રાયચુરા અને શ્રીમતી હીમરેશા રાયચુરાની સુપુત્રી દેવાંશીબેને ૬૮૦ ગુણ નીટની પરીક્ષામાં આવ્યા છે. તેને કાર્ડીયોલોજીસ્ટ બનવાની મહેચ્છા છે. તેને સફળતાનો યશ શિક્ષકો અને માતા-પિતાને આપ્યો છે.

ધો.૧૦માં ૧૦૦ ટકા પરિણામ પ્રિમીયર સ્કુલનું આવ્યુ છે. જેમાં પ્રશમ ત્રિવેદીને ૯૯.૯૯ પીઆર સાથે પ્રથમ આવેલ છે.

પ્રિમીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ મેડીકલ ઈજનેરીમાં ડંકો વગાડ્યો છે. જેઈઈ એડવાન્સ પરીક્ષામાં પ્રીમીયર સ્કુલનું પરિણામ ઉત્કૃષ્ટ રહ્યુ છે.

જનરલ પ્રેકટીશનર બૃજેશ પટેલ અને પ્રિન્સી. પારૂલબેન પટેલની સુપુત્રી દેવાંશી પટેલને ન્યુરોસર્જન બનવુ છે. બાયોલોજી માટે એનસીઈઆરટી વધારે વાંચતી દરરોજ ફીઝીકલ ફીઝીકસ માટે જુલી એક કલાક વધુ કાઢી પ્રશ્નો સોલ્વ કરતી કેમેસ્ટ્રીના બધા પ્રશ્નો લખી લખીને યાદ કરતી માટે જાણીતા ડમેટોલોજીસ્ટ ડો.હર્ષિતભાઈ રાણપરા અને ડો.તૃપ્તિબેન રાણપરાના સુપુત્ર યજત રાણપરા પણ પિતાના પગલે ડમેટોલોજીસ્ટ બનવા માગે છે. પ્રીમીયર સ્કુલ સોશ્યલ મીડીયાનો સરસ ઉપયોગ કર્યો છે. ઘરે પણ સ્કુલ જેવું જ વાતાવરણ આવ્યુ હતું. દરરોજ ૧૦ કલાક વાંચન કરતા જેની મારૂ પરિણામ ૭૨૦માંથી ૬૬૫ ગુણ આવ્યા છે.

મેડીકલ સ્ટોર ધરાવતા હસમુખભાઈની સુપુત્રી હિરવા કંજારીયા, જામખંભાળીયાથી સ્પેશ્યલ જેઈઈ કરવા માટે પ્રીમીયર સ્કુલમાં પ્રવેશ લીધેલ. આઈઆઈટીમાંથી ઉચ્ચ કારકિર્દી બનાવવા માગે છે.

(2:47 pm IST)