Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજકોટ ગ્રામ્યમાં પ્રોહીબીશનના ગુન્હાનો ફરારી આરોપી ઝડપાયો

શાપર વેરાવળ, તા., ૩૦: પોલીસ અધિક્ષક બલરામ મીણા સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ શ્રી પી.એ.ઝાલા તથા સર્કલ પો.ઇન્સ. શ્રીની સુચનાથી શાપર (વે) પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કે.એ.ગોહીલ સાના માર્ગદર્શન હેઠળ અપહરણ/ગુમ થયેલ/ ભોગ બનનાર/નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય શાપર (વે) પો.સ્ટે.ના પો.હેડ કોન્સ રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ. રવુભાઇ ગીડા તથા પો.કોનસ. નરેશભાઇ લીબોલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા રવુભાઇ ગીડા નાઓની હકકીત આધારે રાજકોટ ગ્રામ્ય તેમજ રાજકોટ શહેર પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં ઘણા સમયથી નાસતો ફરતો નામચીન પ્રોહી. બુટલેગરને શાપર (વે) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા હસ્તગત કરેલ છે.  આરોપી ભરતભાઇ ઉર્ફે ચાવડા માધવજીભાઇ વારસુર ધંધો ડ્રાઇવીંગ રહે. વીજયનગર-૯ સોસા. નવા થોરાળા તા.જી.રાજકોટની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.

આ કામગીરી પો.સબ ઇન્સ. કે.એ.ગોહીલ તથા પો.હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ. રવુભાઇ ગીડા તથા પો.કોન્સ. નરેશભાઇ લીબોલાએ કરી હતી.

(11:33 am IST)