Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

શાપરમાં પિતા-પુત્ર બંનેએ સાથે પીધો, પછી પુત્રએ પિતાને ધોકાવ્યા

મનસુખગીરીને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩૦: શાપર વેરાવળ શાંતિધામ પાસે મફતીયાપરામાં રહેતાં મનસુખગીરી રતનગીરી ગોસ્વામી (ઉ.વ.૬૦)ને પુત્ર સંજયગીરીએ રાતે નવેક વાગ્યે ધોકાથી ફટકારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી.

મનસુખગીરી ભીક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવે છે. તેના નાના દિકરા ભાવેશગીરીના કહેવા મુજબ રાતે પિતા અને ભાઇ સંજયગીરી બંનેએ સાથે દારૂ પીધો હતો. એ પછી કોઇ બાબતે ચડભડ થતાં મોટા ભાઇ સંજયગીરીએ ધોકાવાળી કરી હતી. તેની સાથે તેના બે મિત્ર પણ હતાં.

(11:32 am IST)