Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ફેવરીટ આઈસ્‍ક્રીમ ફેકટરી- પાર્લરનો રવિવારથી પ્રારંભ

નવા રંગરૂપ, નવા નઝરાણા સાથે : પ્રારંભ પ્રસંગે બ્‍લુ બોનાન્‍ઝા ફલેવર લોન્‍ચઃ ૩૦થી વધુ ફલેવરમાં એક એકથી ચડીયાતા સ્‍વાદીષ્‍ટ આઈસ્‍ક્રીમ ઉપલબ્‍ધઃ શામ પરિવાર

સ્‍થળઃ- ફેવરીટ આઈસ્‍ક્રીમ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, શેરી નં.૧, રાજકોટ

રાજકોટઃ સ્‍વાદરસિયાઓ માટે સારા સમાચાર છે. શામ પરિવાર દ્વારા નવારંગરૂપ અને નવા નઝરાણા સાથે ‘ફેવરીટ આઈસ્‍ક્રીમ ફેકટરી અને પાર્લર'નો ૧ ઓકટોબરના રવિવારથી શુભારંભ થઈ રહ્યો છે.

શામ ફઝલેઅબ્‍બાસ અને શામ મુરતજાએ જણાવેલ કે અમારી પેઢી ૨૦૦૫થી કાર્યરત છે. આઈસ્‍ક્રીમમાં અમે કોઈપણ જાતના કલર કે એસેન્‍સનો ઉપયોગ કરતાં નથી.

સ્‍વાદના શોખીનો માટે અમારે ત્‍યાં પીસ્‍તા, કેસર અફઘાન, રેડ વેલ્‍વેટ, ઓરીયો, સિતાફળ, કુકીઝ એન્‍ડ ગ્રેમ સન્‍ડે, બોર્નબોર્ન, ડીલાઈટ, ડ્રાયફુટ ખજાના, તેમજ રોલકટ આઈસ્‍ક્રીમમાં ગુલબહાર, ઓરેન્‍જ, ફેન્‍ટસી, આલમંડ, કેસર મસ્‍તી, કુકી બાઈટ, પીસ્‍તા  સહિત ૩૦થી વધુ ફલેવર મળશે.

તેઓએ વધુમાં જણાવેલ કે અમારા પાર્લરના પ્રારંભ પ્રસંગે બ્‍લુ બોનાન્‍ઝાની ફલેવર ખાસ ગ્રાહકો માટે લોન્‍ચ કરી રહ્યા છીએ. આ ઉપરાંત થીક શેઈક પણ શરૂ થનાર છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાનેઆમંત્રણ આપતા ફઝલેઅબ્‍બાસ શામ (મો.૯૨૨૮૫ ૩૦૪૫૨) અને મુર્તઝા શામ (મો.૮૧૪૦૪ ૮૭૫૯૨) નજરે પડે છે. વધુ માહિતી માટે શામ હુશેન (મો.૯૨૨૮૭ ૦૧૨૭૮)નો પણ સંપર્ક કરી શકાય છે.

(12:02 pm IST)