Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

અંજારના મેઘપરના હત્‍યાના ગુનાના કેદીનું રાજકોટમાં મોત

ટીબીની બિમારી હોઇ બીજી તારીખે સેન્‍ટ્રલ જેલમાંથી સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં દાખલ કરાયેલઃ આજે દમ તોડયો

રાજકોટ તા.૩૦: પોપટપરા સેન્‍ટ્રલ જેલમાં રખાયેલા અંજાર કચ્‍છના મેઘપરના વતની હત્‍યાના ગુનાના આરોપી મહન્‍દ્ર ખીમરાજભાઇ ગઢવી (ઉ.વ.૪૫) નામના પાકા કામના કેદીનું મોત થયું છે.

મહેન્‍દ્ર ગઢવીને વર્ષ ૨૦૧૬માં અંજાર પોલીસ સ્‍ટેશનના હત્‍યાના ગુનામાં સજા પડતાં પાકા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં રખાયેલ. અહિ તા. ૨/૯ના રોજ ટીબીની બિમારીને કારણે તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. સારવાર દરમિયાન ગત મોડી રાતે મોત થતાં તબિબે પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ બી. કે. ગોહિલ અને ગોૈતમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:24 pm IST)