Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રતનપર પાસે બીએસએનએલ એક્‍સચેન્‍જની ઓફિસમાંથી તસ્‍કરો ૧.૫૦ લાખના કેબલ ચોરી ગયા

કુવાડવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી

રાજકોટ તા. ૩૦ : કુવાડવા નજીક રતનપર ગામ પાસે આવેલી બીએસએનએલ એક્‍સચેન્‍જની ઓફિસના તાળા તોડી તસ્‍કરોએ ત્રણ એસએમપીએસ પાવર પ્‍લાન્‍ટના મોડયુલ અને ડીસી સપ્‍લાય માટેના કોપર કેબલનો વાયર મળી રૂા. ૧.૫૦ લાખનો મુદ્દામાલ ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નાનામવા રોડ ગોલ રેસીડેન્‍સી બ્‍લોક નં. એ-૩૫માં રહેતા અમીત દિલીપભાઇ ઠાકર (ઉ.૫૪) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં જણાવ્‍યું છે કે, પોતે બી.એસ.એન.એલ. ભકિતનગર સબ ડિવીઝનમાં સબ ડિવીઝનલ એન્‍જીનિયર તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૨૮-૯ના રાત્રે પોતે ઘરે હતા ત્‍યારે પોતાના મોબાઇલમાં મેસેજ આવેલ કે રતનપર ગામના પાટીયા પાસે આવેલ બી.એસ.એન.એલ. એકસચેન્‍જમાં તાળા તૂટેલ છે અને કોપરના કેબલ વાયરની ચોરી થયેલ છે. તેમ જાણ થતા પોતે તથા જુનીયર ટેલીકોમ ઓફિસર યોગેશભાઇ બંને રતનપર ગામના પાટીયા પાસે આવેલ બી.એસ.એન.એલ. એકસચેન્‍જે ગયા હતા ત્‍યાં ઓફિસના દરવાજાના તાળા તૂટેલ હતા અને ઓફિસમાંથીરૂા. ૧,૫૦,૦૦૦ની કિંમતના કેબલ વાયર જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડતા પોતે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ જે.કે.પાંડાવદરા સહિતે તપાસ આદરી છે.

(4:19 pm IST)