Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

દશેરાએ રાક્ષસ દહન વખતે આભની અટારીએ આતશબાજીની રંગોળી રચાશે

૫ હજાર ફુટ ઉંચે ફુટી શકે તેવા રંગાબેરંગી ફટાકડાઓનું આકર્ષણ

રાજકોટ તા. ૩૦ : વિ.હિ.પ. - બજરંગદળ - દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉચામાં ઉચા રાક્ષસના પુતળા બનાવવાની તૈયારીઓનો આરંભ થઈ ચુકયો છે. દશેરાના દિવસે તા. પને બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭-૦૦ કલાકે રાક્ષસોના પુતળાનું દહન કરાશે તથા ભવ્‍ય આતશબાજી કરવામાં આવશે.

દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષસ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્‍થળે આકાશમાં નયન રમ્‍ય રંગોળી રચાશે. આ વર્ષે ખાસ શીવાકાશી તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓ જેવી કે ર૪૦ રંગીન ફેન્‍સી શોટ, ર૪૦ રંગીન મલ્‍ટી મ્‍યુઝીક શોટ, ૧૦૦ મ્‍યુઝીકલ કલર શોટ, ૧૦૦ મલ્‍ટી મ્‍યુઝીકલ કલર શોટ, ૧૦૦ કલરફુલ શોટ, પ૦ મ્‍યુઝીકલ ફેન્‍સી કલર શોટ, પ૦ ફેન્‍સી સાયરીંગ મ્‍યુઝીક શોટ તેમજ પ૦૦૦ ફુટ ઉપર ફુટી શકે એવા હેવી શોટ જેમાં મીરચી હેવી શોટ, થોર આતશબાજી શોટ, મલ્‍ટી મીકસ આતશબાજી હેવી, રેડ સાવર, લીલ સાવર, લાલ કલર ઝુમખા હેવી શોટ, બેડ સ્‍ટ્રીટ બોય હેવી શોટ, નીલા એન્‍જલ શોટ, પંટર સ્‍ટ્રોમ, પાયો રંગીન, લીંબાગીડી, સ્‍કાય ફલોર, કેપેસીનો, ગોલ્‍ડ સ્‍ટાર, બાસ્‍કેટ બોલ, જય હો, કીલર, પોપઅપ કેન્‍ડી, સીલ્‍વર કેન્‍ડી, ઓરેન્‍જ કેન્‍ડી, ગ્રીન કેન્‍ડી, સીલ્‍વર કેન્‍ડી, બઝી મ્‍યુઝીક, ગોલ્‍ડ રસ, કલરપીન જોર ડયુલકસ, લકકી ડ્રોપસ, ગ્રાન્‍ડ માસ્‍ટર, રેડ રીવેરીય, ક્રિસ્‍ટોન હેવી શોટ વિગેરે ની આતશબાજી જોઈને બાળકો સહિત મોટેરા તમામ આનંદીત થઈને ઝુમી ઉઠશે. બાળકોની ઉત્‍સાહભરી કીલકારીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. દર વર્ષે પ્રજાજનો સ્‍વયંભૂ રીતે જ પૂતળાદહન અને આતશબાજી જોવા માટે ઉમટી પડે છે. તેમજ લેસર લાઈટ દ્વારા ડીમ શોના અદભૂત દ્રશ્‍યો જેમાં ફોગીગ દ્વારા લેસર શો કરવામાં આવશે. તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્‍બીનેશન કરી આ લેસર શો કરવામાં આવશે. સૌને લાભ લેવા વિ.હિ.પ. રાજકોટ મહાનગર તરફથી નિતેશભાઇ કથિરીયા પ્રચાર-પ્રસાર વિભાગ વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(4:14 pm IST)