Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

એમટીવી રંગરસિયામાં ગરબાની ધમાલ સાથે ડીજે મસ્‍તી

અભિનેત્રી ડેનિસા ધુમરાએ ખેલૈયાઓને રાસે રમાડયાઃ રવિવાર સુધી ચાલુ

રાજકોટઃ રંગીલા રાજકોટવાસી માટે એમટીવી રંગરસિયા-૨૦૨૨નો ત્રીજા નોરતાથી ધમાકેદાર પ્રારંભ થઇ ચૂકયો છે. રાસરસિયાઓ એમટીવીનાં રંગરસિયામાં રંગાઇ ગયા છે. નૈસર્ગિક લીલાછમ વાતાવરણમાં ત્રીજા નોરતે માંની ભકિત શકિત અને ભકતોનાં ગરબાની રમઝટ બોલી હતી. સુપ્રસિધ્‍ધ અભિનેત્રી જેને તેની પ્રથમ ફિલ્‍મ માટે નેશનલ એવોર્ડ મળી ચુકયો છે. તે હેલ્લારો ફિલ્‍મની અભિનેત્રી ડેનીસા ધુમરાએ રાજકોટવાસીને ખૂબ ઝુમાવ્‍યા ગરબે ઘુમાવ્‍યા હતા.તેજસ ઋષિક પ્રસ્‍તુત મ્‍યુઝિકલ ફલાવર્સ ડીજે હાર્દિએ ગરબા ડિજેની રમઝટ બોલાવી હતી. તા.૦૨/૧૦ સુધી રાસોત્‍સવ ચાલુ રહેશે ગરબાની ધમાલ અને ડીજેની મસ્‍તી ભાવતા ભોજનીયાનો લાભ લેવા એમટીવી પરિવાર દ્વારા આમંત્રણ અપાયું છે. તેમજ વધુ વિગતો માટે મો. ૯૪૨૭૫ ૬૪૦૯૪, ૯૭૧૨૭ ૮૩૩૩૩, ૯૭૨૭૨ ૩૩૨૯૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:12 pm IST)