Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જંકશન પ્‍લોટમાં ચિકકાર મેદનીઃ પાંચ દાયકા જુની ગરબીનું આકર્ષણ અપરંપાર

રાજકોટ : ન્‍યુ ગરબી મંડળ, નિર્મલા એપાર્ટમેન્‍ટ, દરગાહ રોડ, જંકશન પ્‍લોટ ખાતે બાવન વર્ષ પુરાની ગરબીની જમાવટ થઇ રહી છે. રોજ રાત્રે બાળાઓને ગરબે ઘુમતી જોવા માનવ મહેરામણ ઉમટે છે.વસંતભાઇ ટીમાણીયા, અશોકભાઇ પંડયા, આશિષભાઇ નાણાવટી, લતાબેન ગાંધી, હીનાબેન ઉમરાણીયા, નયનાબેન રાજયગુરૂ ઢોલવાદક ગિરીશભાઇ ગઢવી, રાહુલ શીંગાળા, મંજીરાવાદક મેહુલ પરમાર, કૃણાલ રાજયગુરૂ, કલા પીરસી રહયા છે. હામોનિયમ પર ભરતભાઇ ગાંધી કાર્યરત છે. આયોજક અગ્રણીઓમાં દિગ્‍વિજયસિંહજી ડી. જાડેજા (આઇ.એ.એસ.) બહાદુરસિંહ જાડેજા, હરેશભાઇ રાજયગુરૂ, અશ્વિનભાઇ સેદાણી, ગરીશભાઇ, અરૂણભાઇ જાદવ વગેરેનોસમાવેશ થાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:12 pm IST)