Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ચપટી ભરી ચોખાને ઘી નો છે દિવડો... શ્રીફળની જાડ લઇને રે હાલો પાવાગઢ જઇઍ રે...

રાજકોટ : સમી સાંજ થતાં જ સમગ્ર માહોલ આદ્ય શકિતના ભકિત રસમાં તેજોમય બની જાય છે. ઘરે ઘરે માતાજીની આરતી - ગરબા તો ચોકે ચોકે ચાચરના ચોક બની જતા હોય તેમ રાસની રમઝટ જામે છે અને સૌ ભાવિકો ગાઇ છે મામ્‌ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... જય અંબે ગરૂડ ગરબી મંડળ : છેલ્લા ૧૨૫ વર્ષથી રાજકોટની પ્રાચીન ગરબી શ્રી જયઅંબે ગરૂડની ગરબી રામનાથપરા ચોક ખાતે આસો નવરાત્રીની ખુબ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબે રમતી બાળાના રાસ નિહાળવા મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડે છે. શ્રી જય અંબે ગરૂડની ગરબી મંડળની બાળાઓના કલાત્‍મક રાસ, ઘુમતા રાસ, મહાકાળી રાસ, રાંદલ મા રાસ, મહાકાળી રાસ સહિત ૩૦ રાસે ભારે આકર્ષણ જમાવ્‍યું છે. ગરબી મંડળમાં કિશોર ગોસ્‍વામી, રતાભાઇ ગમારા, અશોકભાઇ રાઠોડ, રાકેશભાઇ, કિશોરગીરી ગોસ્‍વામી સહિતના સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા સંદિપભાઇ ડોડીયા, હિતેષભાઇ રાઘવાણી, જયેશભાઇ સરૈયા, ગોવિંદભાઇ ગમારા, શનીભાઇ ગમારા, વિનુભાઇ જાદવ, ભદાભાઇ, યશભાઇ સરૈયા, રાજેશભાઇ મોટવાણી, કલ્‍પેશભાઇ ગમારા, મનીષભાઇ જાદવ, કરણભાઇ ગમારા, મીતભાઇ જાદવ, અજયભાઇ સહિતના સેવા આપી ખૂબ જહેમત ઉઠાવે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:11 pm IST)