Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જાન્યુઆરીમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોપર્ટી એકસ્પોઃ બ્રોચરના ભવ્ય લોન્ચીંગ સંપન્ન

પ્રોપર્ટી એકસ્પો ર૦ર૩ ૩૦૦માંથી રપ૦ સ્ટોલનું સ્પોટ બુકીંગ

રાજકોટ, તા., ૨૯: ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા આઇઆઇઆઇડી (ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટીરીયર ડીઝાઇર્ન્સ)નાં સંયુકત ઉપક્રમે આગામી તા.૬ થી ૧૧ જાન્યુઆરી ર૦ર૩ના રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોપર્ટી એકસ્પો-૨૦૨૩ શો કેસનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

ભવ્ય એકસ્પો-૨૦૨૩ શો કેસનો બ્રોચરનું ભવ્ય લોન્ચીંગ સમારોહ રત્નવિલાસ પેલેસ હોટલ ખાતે આર.બી.એ પ્રમુખ પરેશભાઇ ગજેરા અને હોદેદારો અને આઇ.આઇ.આઇ.ડી.નાં ચેરપર્સન શૈલી ત્રિવેદી અને તેમના પદાધિકારીઓ તેમજ રાજકોટ કલેકટર અરૃણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર અમીત અરોરા તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તેમજ રા.મ્યુ.કો.સ્ટેન્ડીંગ  કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. ભવ્ય એકસ્પો ર૦ર૩ શો કેસના કુલ ૩૦૦ થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાંથી અંદાજે ૨૫૦ થી વધુ સ્ટોલનું આ જ સ્થળે સ્પોટ બુકીંગ થયેલ જેથી આ એકસ્પો એક ભવ્ય સફળતા તરફ જઇ રહયો છે તે દર્શાવે છે.

આ પ્રસંગે કલેકટર શ્રી અરૃણ મહેશ બાબુએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે આ એકસ્પોનું આયોજન બેનમુન થશે તેની મને સંપુર્ણ ખાતરી છે અને રાજકોટ શહેરજનો માટે એક અવિસ્મરણીય યાદ ચૌક્કસ બની રહેશે. સૌરાષ્ટ્રના તમામ જનતાને નામાંકીત બિલ્ડરોનાં પ્રોપર્ટી પ્રોજેકટ અને બિલ્ડીંગ મટીરીયલ્સ અને પ્રોડકટસ મળી રહેશે જે એક નોંધનીય બાબત છે. રાજકોટ મ્યુનીસીપલ કમિશ્નર અમીત અરોરા એ રાજકોટના બિલ્ડરોની બાંધકામની કવોલીટી વખાણ કરતા જ જણાવેલ કે રાજકોટના વિકાસમાંં રાજકોટ બિલ્ડરોનો સિંહફાળો રહયો છે જે એક નોંધનીય બાબત છે અને રાજકોટવાસીઓ સદાય યાદ રાખશે.

રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવએ વિશેષમાં જણાવેલ કે આવા આંતરરાષ્ટ્રીય એકસ્પો-૨૦૨૩ શો કેસનાં સુંદર આયોજન બદલ ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા આઇ.આઇ.આઇ.ડી. (ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટીરીયર ડીઝાઇર્ન્સ)ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. આ એકસ્પો સૌરાષ્ટ્રના ગ્રાહકો અને બિલ્ડરો તેમજ બિલ્ડીંગ પ્રોડકટસનું ઉત્પાદન કરતા એકમો વચ્ચે એક સેતુ બની રહેશે.

આ લોન્ચીંગ સમારોહના અંતમાં જણાવેલ એકસ્પો ૨૦૧૯ કરતા પણ એકદમ નવીનતમ અને ભવ્યતા સાથેનો ૨૦૨૩માં યોજનાર  આંતરરાષ્ટ્રીય એકસ્પો ર૦ર૩ શો કેસ બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ એસ્કપોથી સૌરાષ્ટ્રની જનતાને ખુબ ફાયદો અને એક જ સ્થળે તમામ પ્રોડકટસની માહીતી મળી રહેશે જે આ એકસ્પોનો મુખ્ય જમા પાસુ બની રહેશે. એકસ્પો-૨૦૨૩ શો કેસને સફળ બનાવવા ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઇ ગજેરા અને હોદેદારો તથા આઇ.આઇ.આઇ.ડી. (ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટીરીયર ડીઝાઇર્ન્સ)ના ચેરપર્સન શૈલી ત્રિવેદી  તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહયા છે.

 

(3:53 pm IST)