Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ભાણવડના સણોસરી પાસે વાડીમાં ઝેરી દવા પી લેનાર બલદેવ વિંજવાનું મોત

યુવાને રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ,તા. ૩૦ : ભાણવડના ગાત્રાળનગરમાં રહેતા યુવાને સણોસરીગામ પાસે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ ભાણવડ આહીર સમાજ રોડ પર ગાત્રાળનગરમાં રહેતા બલદેવ પરબતભાઇ વિંજવા (ઉ.વ.૨૮) એ ગત તા. ૨૫ના રોજ સણોસરી ગામ પાસે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ભાણવડ બાદ રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં ગઇ કાલે તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. આ બનાવ  અંગે એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ રાજુભાઇ સોલંકીએ પ્રાથમીક કાગળો કરી ભાણવડ મોકલવા તજવીજ હાથ ધરી છે. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(3:45 pm IST)