Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રેડ ચીલી સહિતના રેસ્ટોરન્ટ-ડેરી-બાંધકામ સાઇટ- સ્કુલમાં મચ્છરોનો ઉપદ્રવ

રાજકોટ તા. ૩૦ : શહેરમાં ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જુદા-જુદા વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ, સ્કુલો, બાંધકામ સાઇટ, ડેરી સનિતની જગ્યાઓએ મચ્છરનો ઉપદ્રવ યથાવત રહ્યો છે. સામાન્ય ઘર જ નહી પરંતુ કોર્પોરેટ જગ્યામાં પણ મચ્છરના બ્રિડીંગ થતા હોય, મેલેરીયા શાખાએ ચેકીંગ અને નોટીસની કાર્યવાહી ચાલુ રાખી છે. આજે કોઠારીયા રોડ, સરદાર નગર સહિતની ૨૧ જગ્યાએ નોટીસ આપીને રૃ.૨૦ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો  છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ  રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગયુ રોગ અટકાયતીના ભાગરૃપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૃદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૃરી કાર્યવાહી કરવામાં આવશે. 

આ કામગીરી સબબ ગૌરવ મોટર્સ એન્ડ સર્વીસ, રોલેક્ષ રોડ, સરદાર રોડ, શ્રીજી ગેરજ, રોલેક્ષ રોડ, સરદાર રોડ, પર્વ રેસ્ટોરેન્ટ, રોલેક્ષ રોડ, સરદાર રોડ, શ્રી બાલાજી દાળ - પકવાન, રોલેક્ષ રોડ, સરદાર રોડ, પવિત્ર હાઇટસ, રોલેક્ષ રોડ, સરદાર રોડ, સુરભી પોસીબલ એપાર્ટમેન્ટ, રોલેક્ષ રોડ, સરદાર રોડ, કનૈયા સ્ક્રે૫, કોઠારીયા મેઇન રોડ , ક્રિષ્ના ડેરી, કોઠારીયા મેઇન રોડ, પારસ ચાઇનીઝ પંજાબી, કોઠારીયા મેઇન રોડ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, કોઠારીયા મેઇન રોડ, ચા ની કેબીન, કોઠારીયા મેઇન રોડ, ટાઇલ્સ એન્ટ સેનેટરી વોર્સ, કોઠારીયા મેઇન રોડ, સીતારામ ફરસાણ અને સ્વીટ, , કોઠારીયા મેઇન રોડ, શિવકૃપા ટાર્યસ અને એલાઇયમેન્ટ, રેડચીલી રેસ્ટોરેન્ટ, શ્યામ કિરણ સેનેટરી, કોઠારીયા મેઇન રોડ, મુકેશ મશીન ટુલ્સ, કોઠારીયા મેઇન રોડ, સંજયભાઇ વેફરવાળા, એકવાફ્રેશ વોટર, કોઠારીયા બ્રહમાણી હોલ, બાલાજી સિમેન્ટ  પ્રોડકટ, કોઠારીયા બ્રહમાણી હોલ, ઉમેશભાઇ સિમેન્ટ્ર પ્રોડકટ, કોઠારીયા બ્રહમાણી હોલ, કરણભાઇ કમાણી સિમેન્ટ્ર પ્રોડકટ, કોઠારીયા બ્રહમાણી હોલ, ગુલમહેક એવન્યુ, સરદાર ચોક, કોઠારીયા ૮૦ ફુટ રોડ, ન્યુ બાંઘકામ સાઇટ, ગોવિંદ સોસાસાયટી, સગુન એવન્યુ, રોલેક્ષ ૮૦ ફુટ રોડ, ઓમકાર સ્કુલ, રોલેક્ષ ૮૦ ફુટ રોડ, ફેમસ ઢોસા, ૮૦ ફુટ રોડ, ઇશ્વર હાઇટસ, ન્યુ સ્વાતી પાર્ક મેઇન રોડ, ન્યુ બાંઘકામ સાઇટ, ન્યુ સ્વાતી પાર્ક મેઇન રોડ,ન્યુ બાંઘકામ સાઇટ, જીત ઇન્ડસ્ટ્રીઝ, ન્યુ બાંઘકામ સાઇટ, જીત ઇન્ડસ્ટ્રીઝજ્ઞાનદિ૫ વિદ્યાલય, કોઠારીયા મેઇન રોડ, અન્નપુર્ણા ફાસ્ટફુડ, કોઠારીયા મેઇન રોડ, ખોડીયાર મોટર્સ, કોઠારીયા મેઇન રોડ, તાલુકા શાળા બાંઘકામ સાઇટ, કોઠારીયા મેઇન રોડ, મા શકિત ટી. - સ્ટોલ, કોઠારીયા મેઇન રોડ, ન્યુ બાંઘકામ સાઇટ, કોઠારીયા મેઇન રોડ, ન્યુ બાંઘકામ સાઇટ, કોઠારીયા મેઇન રોડ, ન્યુ બાંઘકામ સાઇટ, કોઠારીયા મેઇન રોડ, આસોપાલવ વાટીકા, કોઠારીયા મેઇન રોડ,ગોકુલ રેસ્ટોરેન્ટ, કોઠારીયા મેઇન રોડ, ઘનલક્ષ્મી પેટ્રોલ પં૫, કોઠારીયા મેઇન રોડ, ન્યુ બાંઘકામ સાઇટ, કોઠારીયા મેઇન રોડ સહિતના ૨૧ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા  નોટીસ આ૫ી ૨૦ હજારનો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

(3:45 pm IST)