Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મતદાર જાગૃતિ અંગે ૨૨ ઉદ્યોગકારો સાથે રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રના કરારો : શ્રમિકોની નોંધણી કરાશે

રાજકોટ, તા.૩૦ : ‘‘મતદાન એ લોકશાહીની પવિત્ર ફરજ છે''. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્‍યારે વધુમાં વધુ નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગળતિ કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર અને વિવિધ ઔદ્યોગિક વસાહતોના સંગઠનો વચ્‍ચે બેઠક યોજાઈ હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્‍ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી આ બેઠકમાં, જિલ્લા ચૂંટણી તંત્ર અને ઔદ્યોગિક વસાહતના સંગઠનોના ૨૨ જેટલા ઉદ્યોગો વચ્‍ચે સમજૂતિ કરાર થયા હતા. જે અંતર્ગત મતદાર યાદીમાંથી બાકી રહેલા શ્રમિકોની ૧૦૦ ટકા નોંધણી સુનિヘતિ કરવા, તેમજ મતદાનના દિવસે મતદારોને મતદાન માટે પ્રોત્‍સાહિત કરવા, મતદાર જાગળતિ માટે સ્‍વીપ એક્‍ટિવિટીના કાર્યક્રમો કરવા, મતદાર જાગળતિ ફોરમ રચવા સહિતની પ્રવળત્તિઓ હાથ ધરવા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.  આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ ઉદ્યોગકારોને મતદાનના દિવસે સવેતન સંપૂર્ણ રજા રાખવા અપીલ કરી હતી.

આ તકે અધિક ચૂંટણી અધિકારી તથા અધિક કલેક્‍ટરશ્રી એસ.જે. ખાચરે જણાવ્‍યું હતું કે, ૧૦મી ઑક્‍ટોબર સુધી સતત સુધારણા કામગીરી ચાલી રહી છે. જ્‍યારે ‘નો વન લેફ્‌ટ બિહાઈન્‍ડ' - જે કોઈ મતદાર હજુ નોંધણીમાંથી બાકી છે કે, સ્‍થળાંતરિત થયા છે, તો તેમની વહેલાસર નોંધણી કરાવી લેવા તેમણે અપીલ કરી હતી. આ નોંધણી રૂબરૂ, તેમજ વેબસાઈટ www.nvsp.in કે ‘વોટર હેલ્‍પલાઈન' મોબાઈલ એપથી પણ કરાવી શકાય છે.

તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં મતદાન જરૂરી છે. મતદારો પોતાના આત્‍મના અવાજ મુજબ, ગમે તેને મત આપે પરંતુ તેઓ મતદાન કરે તે જરૂરી છે. એથિકલ વોટિંગ વધારવા માટે તેમણે વધુમાં વધુ મતદાર જાગળતિના પ્રયાસો કરવા પર ભાર મુકયો હતો.

(3:42 pm IST)