Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

૧૯મીઍ નરેન્દ્રભાઇ રાજકોટમાં : ૫ હજાર કરોડના લોકાર્પણ - ખાતમુહૂર્તો

કલેકટર તંત્ર દ્વારા ગોઠવાતો કાર્યક્રમ : સાયન્સ મ્યુઝીયમ - મકનસર કન્ટેન્ડર ડેપો - છાપરા- ખીરસરા GIDC - MSME ટેકનોલોજી હબ સેન્ટર કાર્યક્રમ છ રેસકોર્ષમાં ૧ થી ૧ા લાખ લોકોને સંબોધશે : રોડ-શો અંગે પણ તૈયારીઓ : રાજકોટ - ગોîડલ સીકસ લેન હાઇવે - રાજકોટ - કાનાલૂસ રેલવે કામગીરી પણ આવરી લેવાઇ છ ચૂંટણી બાદ વડાપ્રધાન ફરી રાજકોટ આવશે : હિરાસર ઍરપોર્ટ - અદ્યતન કોર્ટ બિલ્ડીંગ - ઝનાના હોસ્પિટલ સહિતના લોકાપર્ણો કરશે

રાજકોટ તા. ૨૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઅો જાહેર થાય તે પહેલા વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત - લોકાપર્ણોના સમગ્ર ગુજરાતમાં ધડાધડ કાર્યક્રમો થઇ રહ્ના છે, આજથી બે દિવસ નરેન્દ્રભાઇ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં છે, ૨૯ હજાર કરોડના શિલારોપણ - લોકાર્પણ કરી રહ્ના છે.

દરમિયાન હવે ૧૯મીઍ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ફરી રાજકોટ આવી રહ્ના છે અને તેઅોના હસ્તે ૫ થી ૬ હજાર કરોડના લોકાર્પણ - ખાતમુહૂર્તો અંગે કલેકટર તંત્રે તખ્તો ગોઠવ્યો છે, આમા કોર્પોરેશનના ત્રણ બ્રીજ, લાઇટ હાઉસ પ્રોજેકટ તથા મોરબી જિલ્લામાં મકનસર પાસે ઉભો થનાર મકનસર - કન્ટેનર ડેપો ઍટલે કે ગતિ શકિત ટર્મીનલનો સમાવેશ થાય છે.

કુલ ૫ થી ૬ હજાર કરોડના લોકાર્પણ - ખાતમુહૂર્તના કાર્યક્રમો અંગે માહિતી આપતા કલેકટર તંત્રના ટોચના અધિકારીઍ અકિલાને જણાવેલ કે, વડાપ્રધાન દ્વારા ઇશ્વરીયા પાર્કમાં કરોડોના ખર્ચે ઉભું થયેલ સાયન્સ મ્યુઝીયમ, છાપરા - ખીરસરામાં ૨ હજાર કરોડના ખર્ચે બનનાર જીઆઇડીસી, રાજકોટમાં ઉભુ થનાર MSME - ટેકનોલોજી હબ સેન્ટર, રાજકોટ રેલવેનું પેસેન્જર માટેનું અદ્યતન સુવિધા સેન્ટર, રાજકોટ - ગોîડલ સીકસલેન હાઇવે પ્રોજેકટ, રાજકોટ - કાનાલૂસ ડબલ ટ્રેક રેલવે લાઇન યોજના સહિતના કામોનો સમાવેશ થાય છે.

આ તમામ કાર્યક્રમો - ખાતમુહૂર્ત અંગે ઇ-કાર્યક્રમ સંભવત રેસકોર્ષ ખાતે થશે, રેસકોર્ષમાં ૧ થી ૧ા લાખની મેદનીની જાહેરસભાને સંબોધશે. નરેન્દ્રભાઇના ભવ્ય રોડ-શો અંગે પણ કાર્યક્રમ ગોઠવાઇ રહ્ના છે.

આ અધિકારીશ્રીઍ ઉમેર્યુ હતું કે, હાલ ૧૯મીના કાર્યક્રમમાં હિરાસર ઍરપોર્ટ, માધાપર ચોકડી પાસેનું ૭ માળનું કોર્ટ બિલ્ડીંગ તથા ૯ માળની ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ બાકી રખાયા છે, ચૂંટણી બાદ આ કાર્યક્રમો અપાશે અને ત્યારે નરેન્દ્રભાઇ ફરી રાજકોટ આવશે.

(3:33 pm IST)