Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કાલે રાજકોટમાં યોજાનારી ભવ્ય જગન્નાથજી યાત્રાના પોલીસ બંદોબસ્તનું રિહર્સલ

રાજકોટઃ આવતીકાલે અષાઢી બીજના શુભ દિવસે નાનામૌવા સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી નિકળનારી ભવ્ય રથયાત્રા દરમિયાન પોલીસ દ્વારા સજજડ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ રથયાત્રાના ૩ મુખ્ય રથ સાથે ૬૦ થી વધુ જુદી-જુદી ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના આશરે ૬૦ જેટલા ફલોટ વાહનો સાથે જોડાનાર છે. રપ૦૦ થી ૩૦૦૦ ભાવિકો રર કી.મી.લાંબી રથયાત્રામાં રંગે ચંગે જોડાશે. રથયાત્રાના પ્રસ્થાનથી લઇને પુરી થવા દરમિયાન સલામતી કે ટ્રાફીકના કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને ડીસીપી સુધીર દેસાઇ સહીતના અધિકારીઓએ સજ્જડ વ્યવસ્થાઓ ગોઠવી છે.  ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેકટર્સ, સબ ઇન્સ્પેકટર્સ , હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એસઆરપી, ટીઆરબી અને મહિલા પોલીસનો ૧૩૦૦ થી વધુનો કાફલો ખડે પગે બંદોબસ્ત જાળવશે. આ તમામ સુરક્ષા વ્યવસ્થાનું આજે સવારે રિહર્સલ યોજવામાં આવ્યુ હતુ જે તસ્વીરમાં નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા) 

(4:11 pm IST)