Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કાલે આઇશ્રી નાગબાઇમાનો પ્રાગટય મહોત્‍સવઃ શોભાયાત્રા ચારણીયા સમાજના દ્વારા

નાગબાઇમાની ૧૪ ફુટ ઉંચી પ્રતિમાનું આગેવાનોના હસ્‍તે પૂજનઃ ઠેર ઠેર સ્‍વાગત

રાજકોટઃ કિસાનપરા ચોકથી સવારે ૯.૩૦ વાગ્‍યે પરંપરાગત શોભાયાત્રાનો પ્રારંભ થશે. આ પ્રસંગે ડેપ્‍યુટી મેયર દર્શીતાબેન શાહ, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, શાસક પક્ષના નેતા વિનુભાઇધવા, ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશભાઇ રાજપૂત, પૂર્વ વિરોધ પક્ષના નેતા -ગુજરાત કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળના અશોકસિંહ ડોડીયા, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, મનોજ ડોડીયા, આરએસએસ પ્રાંત સેવા પ્રમુખ નરેન્‍દ્રભાઇ દવે, રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન, ભુદેવ સેવા સમિતિના સ્‍થાપક તેજશ ત્રિવેદી વગેરે ઉપસ્‍થિત રહેશે. તેમના હસ્‍તે આઇશ્રી નાગબાઇમાંની ૧૪ ફુટ ઉંૅચી વિરાટ પ્રતિમાના પૂજન-અર્ચન કરવામાં આવશે. અને ભવ્‍ય શોભાયાત્રાને પ્રસ્‍થાન કરાવશે.

કિશાનપરા ચોકથી પ્રારંભ થનાર શોભાયાત્રા અકિલા સર્કલ (જિલ્‍લા પંચાયત ચોક) થી ડો. યાજ્ઞિક રોડ થઇને ત્રિકોણબાગ પહોંચશે ત્‍યાંથી જવાહર રોડ પર જયુબેલી ચોક થઇ આરડીસી બેંક રોડ, ચૌધરી હાઇસ્‍કુલ ચોકથી રેસકોર્ષ રીંગ રોડ થઇ પુનઃકિશાનપરા ચોક ખાતે બપોરે ૧ વાગ્‍યે સમાપન થશે. જયાં સમૂહ મહાપ્રસાદ યોજાશે.

હિન્‍દુસ્‍તાન સંરક્ષક સંઘના કાર્યકરો વિરાટ ધર્મધ્‍વજ સાથે શોભાયાત્રાને દિપાવશે. જિલ્‍લા પંચાયત ચોક ખાતે રાવળદેવ સમાજના ગોપાલભાઇ બોરાણા, રાજેન્‍દ્રભાઇ સોઢા, મહેશભાઇ ગોહેલ, સુનિલ પેથાણી, નિરવ વાણીયા, રાજુભાઇ બોરાણા વગેરે આગેવાનો દ્વારા ફુલહાર સાથે સ્‍વાગત કરાશે. બાદમાં સર્વેશ્વર ચોક ખાતે નરેશભાઇ સાગઠીયા, રાજકોટ શહરે કોંગ્રેસ, અનુ.જાતિ પ્રમુખ સાથે પ્રવિણ મુછડીયા, મનોજ ઘેડીયા, કિશોર મકવાણા, રમેશ દૈયા, જગદીશ સાગઠીયા, કરશન મુછડીયા, ગેલા સાગઠીયા,  અને ઓબીસી વિભાગ કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ રાજપુત વનરાજ ચાવડા સહિત સ્‍વાગત કરવામાં આવશે, ત્‍યારબાદ રામકૃષ્‍ણ આશ્રમ ખાતે પ્રદેશ કોગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને કાર્યકરો દ્વારા સ્‍વાગત કરાશે. જયારે સ્‍વામી વિવેકાનંદના પૂતળા પાસે ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠનના બળવંતસિંહ સિંધવ, ચંદુભાઇ પરમાર, મનોજસિંહ ડોડીયા, જે.ડી.ડોડીયા, યોગીરાજ સિંહ તલાટીયા, યુવરાજસિંહ ડોડીયા, આશિષ હેરમા, સહદેવસિંહ ડોડીયા, સંદિપસિંહ ડોડીયા વગેરે તેમજ ત્રિકોણબાગ ખાતે બડા બજરંગ ગ્રુપ દ્વારા શોભાયાત્રાની વધામણી કરાશે. રૂટ દરમ્‍યાન અશોકસિંહ વાઘેલા અને રાહુલભાઇ જાની યુવા ટીમ દ્વારા ભાવિકો માટે ઠંૅડા પાણી, સરબત અને પ્રસાદની વ્‍યવસ્‍થા આયોજનમાં રાખવામાઁ આવી છે. સુરેશભાઇ ગર, યાજ્ઞિકભાઇ ગોગીયા, જયેશભાઇ ગર, નરેશભાઇ ગોગીયા, કેતનભાઇ આઠુ, પ્રવિણભાઇ મોખરા, દિનેશભાઇ ચૌહાણ, રવિ બઢીયા, લલીતભાઇ ચૌહાણ, જીતેશભાઇ અને સાથી કાર્યકરતા આ શોભાયાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે. તેવું ચારણીયા સમાજના હરેશભાઇ ચૌહાણ મો નં. ૯૭૨૩૯ ૩૮૩૩૩ અને પ્રવિણભાઇ ગોગીયા મો.નં ૮૧૬૦૬ ૦૨૭૭૨ ની યાદીમાં જણાવાયુંૅ છે.

(3:58 pm IST)