Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

લાતી પ્લોટમાં વેપારી ભાડુતની દુકાનના તાળા તોડી લૂંટ ચલાવતા પોલીસ કમિશ્નરને ફરીયાદ

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ શહેરમાં કુવાડવા રોડની ઉતરે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીનાથ ભુવન તરીકે ઓળખાતી મિલ્કતમાં બેસતા ભાડુઆતો. ધર્મેશભાઈ બાલકૃષ્ણભાઈ કટારીયા, મનસુખલાલ  કરશનદાસ કટારીયા, યતીન મનસુખલાલ કટારીયા વિગેરે વેપારીઓની દુકાનના તાળા તોડી લુંટ  ચલાવનાર  વ્યકિતઓ સામે રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને વેપારીઓએ ફરીયાદ આપેલ છે.  

ફરીયાદની વિગત મુજબ, કુવાડવા રોડ ઉપર લાતી પ્લોટ વિસ્તારમાં જીવા રૈયાવાળા પ્લોટ  તરીકે ઓળખાતી જમીન ઉપર ઁશ્રીનાથ ભુવનઁ તરીકે ઓળખાતી મિલ્કત આવેલ છે તે મિલ્કતમાં  ઉપરોકત ફરીયાદીઓ તથા અન્ય વેપારીઓ- અમરભાઈ ઓઢામલ મોટવાણી, વિજયકુમાર  બાબુલાલ બોરીયા, મહમદઅલી મુનવરઅલી, મુસ્તફાભાઈ અલીહુશેન ભારમલ તથા રાજેશભાઈ  સુંદરજીભાઈ વિગેરે વેપારીઓ વર્ષોથી ભાડુઆત કબજે દુકાન/ગોડાઉન ધારણ કરે છે અને વાપરે  છે. તેઓએ સદરહુ ભાડુઆતી દુકાનો વર્ષો પહેલા નાથાલાલ માણેકચંદ દોશી પાસેથી ભાડે રાખેલ.  નાથાલાલ દોશીના અવસાન બાદ તેમના પુત્ર અમીતભાઈ દોશી વારસ દરજ્જે સદરહુ મિલ્કતના  માલિક બનેલ. તેઓએ ઉપરોકત મિલ્કત સને ૨૦૧૫ માં ભરેલ કબજે ગૌતમ વલ્લભભાઈ કપુરીયા,  રહે.ભુણાવા, તા.ગોંડલ, જી.રાજકોટનાને મિલ્કત ખાલી છે તેવું દર્શાવી વેચાણ આપેલ. ત્યારબાદ  ઉપરોકત ભાડુઆતોએ સીવીલ કોટમાં રે.દી.કે. ૨૧૬/૨૦૧૪૭ ની વિગતે મકાન માલિક સામે દાવો  દાખલ કરેલ. જેમાં નામ. કોર્ટએ ભાડુઆતોની તરફેણમાં મનાઈ હુકમ ફરમાવી દાવામો ઉલ્લેખલ  મિલ્કતની પરિસ્થિતિ યથાવત રાખવા પ્રતિવાદીઓને આદેશ કરેલ.   

પ્રવર્તમાન મકાન માલિક ગૌતમભાઈ વલ્લભભાઈ કપુરીયા વિરૃધ્ધ ઉપરોકત મનાઈ હુકમ  હોવા છતાં તેઓએ કોટની પ્રોસેસ વ્યર્થ ઠરે તેવા બદઈરાદાથી ઉપરોકત ઉલ્લેખેલ મિલ્કત દિનેશ  ઠાકરશીભાઈ કુંજડીયા, તા.ગોંડલ, જી.રાજકોટના ને વેચાણ આપવાનો અનરજીસ્ટર્ડ કરાર/સાટાખત  કરી આપેલ છે. સાટાખત સને ૨૦૨૧ માં કરી આપેલ છે. જે સાટાખતના આધારે દિનેશ કુંજડીયાએ  મકાન માલિક ગૌતમ વલ્લભભાઈ કપુરીયાના સહકારથી ભાડુઆતોને કનડવાનું અને કબજો પડાવવા  ધમકાવવાનું શરૃ કરેલ.

તેમાં તેઓ સફળ નહિ થતાં દિનેશ કુંજડીયા તથા તેની સાથેના પાંચથી સાત  સાગરીતો ઈનોવા કારમાં તા.૨૩/૬/ર૨ર ના રોજ સ્થળ ઉપર આવી ભાડુઆતોના બોર્ડ ઉપર  કલરનો પીછડો મારી ગયેલ છે તેમજ ભાડુઆતોના દુકાનના તાળા તોડી તેમાં સ્ટોર કરેલ માલની  બોરીઓને ઈનોવા કારમાં ભરી લુંટ કરેલ છે. તે બાબતે સી.સી.ટી.વી. કેમેરાના વીડીયો ફુટેજ અને  ફોટોગ્રાફસ સાથે પોલીસ કમિશ્નરશ્રી રાજકોટનાને ઉપરોકત વેપારીઓએ ફરીયાદ કરતાં ફરીયાદ  સાથેના નકકર પૂરાવાઓ ધ્યાને લઈ બી-ડીવીઝન પો.સ્ટેશનના જવાબદાર અધિકારીશ્રીને તપાસ  કરી યોગ્ય પગલાં લેવા માટે મોકલી આપેલ છે.   

આ કામમાં ફરીયાદી વેપારીઓ વતી વિકાસ કે. શેઠ, એડવોકેટ રોકાયેલ છે.

(4:30 pm IST)