Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કાલે ધારાશાસ્ત્રી અનિલ દેશાઇનું ભવ્‍ય અભિવાદન

ધ ગ્રાન્‍ડ ઠાકર ખાતે ૪૦૦થી વધુ રેવન્‍યુ વકીલો, પ્રેકટીશનર્સ દ્વારા દેશાઇને ફૂલડે વધાવશે

રાજકોટ : અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે રેવન્‍યુ પ્રેકટીશનર્સ એસોસીએશન પ્રમુખ દિલીપભાઇ મીઠાણી, ઉપપ્રમુખ એન.જે.પટેલ, રાકેશ ગોસ્‍વામી, દિલેશ શાહ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)
રાજકોટઃ તા.૩૦ : રાજકોટ શહેરમાં રેવન્‍યુ પ્રેકટીશ કરતા વકીલો અને તેના સહયોગીઓનુ સંગઠન રેવન્‍યુ પ્રેકટીશનર્સ એસોસીએશન દ્વારા આવતીકાલે પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઇ દેશાઇની ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક તરીકે નિમણુંક થતા તેનો ભવ્‍ય અભિવાદન સમારોહ યોજાયો છે.
ધ ગ્રાન્‍ડ ઠાકર ખાતે યોજાનાર અનિલભાઇ દેશાઇના અભિવાદન સમારોહમાં ૪૦૦થી વધુ રેવન્‍યુ એડવોકેટ ઉપસ્‍થિત રહેશે.
રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશનના પ્રમુખ દિલીપભાઇ મીઠાણી એડવોકેટ ઉપપ્રમુખ એન.જે. પટેલ એડવોકેટના અધ્‍યક્ષ સ્‍થાને રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોસીએશનના હોદ્દેદારો તથા કારોબારી સભ્‍યોની એક મીટીંગ મળેલ. જે મીટીંગમાં તાજેતરમાં સીનીયર ધારાશાષાી અનીલભાઇ દેસાઇની ‘‘ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ'' ના સહસંયોજક તરીકે નિમણુંક કરવામાં આવેલ છે તે નિમણુંક ને લઇને તેમના અભિવાદનનો કાર્યક્રમ રાખવાનો પ્રસ્‍તાવ પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા તમામ હોદ્દેદારો તથા સભ્‍યોએ તેમના પ્રસ્‍તાવને અતિ ઉત્‍સાહથી વધાવતા તેમના અભિવાદનનો કાર્યક્રમ તા. ૧ જુલાઇ શુક્રવારના સાંજે ૭-૩૦ કલાકે ‘‘ ધ ગ્રાન્‍ડ ઠાકર'' જયુબેલી સામે રાખવાનું નકકી કરેલ છે તથા તે અંગેની જાણ એશોસીએશનના તમામ સભ્‍યોને સોશીયલ મીડીયા તથા મોબાઇલ દ્વારા જાણ કરવામાં આવેલ છે.
ઉપરોકત કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રીના આદેશને ધ્‍યાને લઇ તમામ એડવોકેટ મિત્રો જી.એલ.રામાણી, કિશોરભાઇ સખીયા, હિતેશ જી.મહેતા, દિલેશ જે. શાહ, કેતન ગોસલીયા, રાકેશ ગૌસ્‍વામી, આર.ડી.ઝાલા, ભાવેશ રંગાણી, કેતન મંડ, અશ્વિન સેખલીયા, નીલેશ પટેલ, મહેશભાઇ સખીયા વિગરે તમામ વકીલ મીત્રોએ જવાબદારી ઉપાડી સીનીયર ધારાશાષાી અનીલભાઇ દેસાઇના અભિવાદનના કાર્યક્રમને ઉત્‍સાહપૂર્વક સફળ બનાવવા માટે કાર્યરત છે. કાર્યક્રમમાં રેવન્‍યુ પ્રેકટીશ કરતા તમામ એડવોકેટ મીત્રોને ઉપસ્‍થિત રહેવા માટે રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશન દ્વારા અપીલ કરવામાં આવે છે.

 

(3:42 pm IST)