Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા પુર્વે યુવાનો દ્વારા બાઇક રેલી

રાજકોટ : કૈલાશધામ આશ્રમ નાનામવા દ્વારા કાલે તા. ૧ ના અષાઢીબીજે યોજવામાં આવેલ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકો વિષેશ સંખ્યામાં જોડાય તે માટે નિમંત્રિત કરવા યુવા વર્ગ દ્વારા આજે પૂર્વદિને વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી. નિયત રૃટ પર આ બાઇક રેલી ફરી હતી. દરમિયાન સાંજે ભગવાન જગન્નાથજીનો અભિષેક વેદ મંત્રોચ્ચાર સાથે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવના હસ્તે કરાયા બાદ રાત્રે ૮ વાગ્યે નેત્રવિધી થશે અને બાદમાં શ્રૃંગાર દર્શન ખુલ્લા મુકાશે. કાલે તા. ૧ ના સવારે ૭ વાગ્યે ડી.જે. અને ઢોલ-શરણાઇના રેલાતા સુર સાથે ભગવાન જગન્નાથજીની યાત્રાને પ્રારંભ કરાવાશે. આ રથયાત્રા દરમિયાન આ વખતના મામેરાનો લાભ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન મનહરભાઇ બાબરીયા પરિવારે લીધો છે. મામેરા વીધી બપોરે ૧ વાગ્યે ભુપેન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિરે થશે. બહોળી સંખ્યામાં નગરજનોએ પધારવા મહંતશ્રી ત્યાગી મનોમનોહનદાસજી ગુરૃ શ્રી રામકિશોરદાસજી (મો.૯૬૦૧૪ ૪૧૦૦૮) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(3:02 pm IST)