Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પધ્‍માવતી શકિત પીઠ તીર્થધામ ખાતે શ્રાવણ માસની વિશિષ્‍ટ આરાધનાનું ભવ્‍ય આયોજન

રાષ્‍ટ્રસંત યતિવર્ય પૂ. ડો. શ્રી વસંતવિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં દેશભરમાં પ્રથમવાર

રાજકોટ તા. ૩૦ :.. તામિલનાડુ સ્‍થિત બેંગ્‍લોર-ચેન્નાઇ હાઇવે પર બેંગ્‍લોર શહેરથી ૯પ કિલો મીટર દુર આવેલ વિશ્વ વિખ્‍યાત શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામમાં રાષ્‍ટ્રસંત પથ પ્રદર્શક અને પ્રેરણાપુંજ પ.પૂ. યતિવર્ય ડો. શ્રી વસંતવિજયજી મ.સા.ની નિશ્રામાં આગામી શ્રાવણ માસ દરમ્‍યાન તા. ૧પ જુલાઇથી તા. ૧ર-ઓગસ્‍ટ  દરમ્‍યાન પાંચ શુક્રવારની ર૯ દિવસીય વિશિષ્‍ટ આરાધનાનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આવી વિશિષ્‍ટ આરાધનાનું આયોજન ભારતભરમાં પ્રથમ વખત જ શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે યોજાનાર છે.

આ ભવ્‍યાતિભવ્‍ય આરાધના મહોત્‍સવમાં દરરોજ પ.પૂ. યતિવર્ય ડો. શ્રી વસંતવિજયજી મ.સા.ના સ્‍વમુખેથી દેવી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. દરેક આરાધકોના નામથી વિશિષ્‍ટ સંકલ્‍પયુકત શ્રાવણ સાધના કરાવવામાં આવશે તેમજ દરરોજ વિવિધ પ્રકારની વિશિષ્‍ટ સામગ્રીઓ તથા ઔષધિઓ યુકત અભિષેક, વિવિધ પૂજા, જાપ, કથા, વિવિધ યજ્ઞો, ભજન ભકિતઓ યુકત વિશેષ આરાધનાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્‍ય વિશિષ્‍ટ આરાધનાના આયોજનમાં ભારતભર તથા વિશ્વભરના ભકતો શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે આવીને ૧પ જૂલાઇથી ૧ર ઓગસ્‍ટ સુધી કુલ ર૯ દિવસ સુધી તીર્થધામ મુકામે આવીને આ ભવ્‍યાતિભવ્‍ય આરાધનામાં જોડાઇ શકશે.

આ ર૯ દિવસની આરાધનાના કુલ ૪ ભાગો એટલે કે શુક્રવારથી શુક્રવાર દરમ્‍યાનના કુલ ૪ વિભાગો પ્રથમ વિભાગ ૧પ જુલાઇથી રર જૂલાઇ સુધી ૮ દિવસ માટે તેમજ બીજો વિભાગ રર જૂલાઇથી ર૯ જૂલાઇ સુધી ૮ દિવસ માટે તેમજ ત્રીજો વિભાગ ર૯ જૂલાઇથી પ ઓગષ્‍ટ સુધી ૪ દિવસ માટે તેમજ ચોથો વિભાગ પ ઓગસ્‍ટથી ૧ર ઓગસ્‍ટ સુધી ૮ દિવસ માટે એમ અલગ-અલગ ચાર ભાગોમાં પણ શુક્રવારથી શુક્રવારના આઠ દિવસ સુધી તીર્થધામ મુકામે જઇને આ ભવ્‍યાતિભવ્‍ય આરાધનામાં જોડાઇ શકશે. આ ભવ્‍યાતિભવ્‍ય શ્રાવણ માસની વિશિષ્‍ટ આરાધનામાં શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે આવીને જોડાવવામાં માંગતા તમામ ભકતોએ કુલ ર૯ દિવસ અગર પ્રથમ, બીજા, ત્રીજા તથા ચોથા વિભાગો એમ કોઇપણ વિભાગોના આરાધનાના સમય દરમ્‍યાન તીર્થધામ મુકામે જ ફરજીયાત પણે રોકાવવાનું રહેશે.

તેમજ દર શુક્રવારે દરેક ભકતોએ ફરજીયાતપણે કોઇપણ વ્રત-તપ કરવું અનિવાર્ય રહેશે. તેમજ દરેક વિશેષ આરાધનાઓમાં ખાસ ભાગ પણ લેવાનો રહેશે તેમજ જોડાવવાનું રહેશે આ શ્રાવણ માસની વિશિષ્‍ટ આરાધનામાં શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે આવીને જોડાનાર દરેક ભકતો માટે તીર્થધામમાં રોકાવવાની તથા ભોજનની વ્‍યવસ્‍થા તીર્થધામ તરફથી કરવામાં આવેલ છે.

આ વિશિષ્‍ટ આરાધનામાં જોડાવવા માંગતા ભકતો માટે તીર્થધામ દ્વારા રૂા. ૩,૦૦૦ નો રજીસ્‍ટ્રેશન ચાર્જીસ રાખવામાં આવેલ છે. પરંતુ પ.પૂ. રાષ્‍ટ્રસંત યતિવર્ય ડો. શ્રી વસંતવિજયજી મ.સા.ની રાજકોટ શહેરના ભકતો ઉપરની વિશિષ્‍ટ કૃપાદૃષ્‍ટિ તથા ખાસ લાગણીને કારણે જે ભકતો રાજકોટ શહેરમાંથી આ વિશિષ્‍ટ આરાધના જોડાવવા માંગતા હોય તેવા ભકતોએ કોઇ જ રજીસ્‍ટ્રેશન ચાર્જ ભરપાઇ કરવાનો રહેશે નહીં.

રાજકોટ શહેરથી આ વિશિષ્‍ટ આરાધનમાં જોડાવવા માંગતા ભકતોએ પોતાની રીતે પોતાના સ્‍વખર્ચ શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે પહોંચવાનું રહેશે. તેમજ આ વિશિષ્‍ટ આરાધનામાં જોડાવવા માંગતા ભકતોએ તેઓ આ આરાધનામાં જે દિવસ દરમ્‍યાન જવા માંગતા હોય તે માટેનું રજીસ્‍ટ્રેશન તા. પ સુધીમાં કેતન આર. ગોસલીયા (એડવોકેટ) અલી ચેમ્‍બર્સ, ફર્સ્‍ટ ફલોર, ગરેડીયા કુવા રોડ, રાજકોટ મુકામે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન કરાવવાનું રહેશે.

(2:49 pm IST)