Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજકોટના એડવોકેટ આર. કે. પટેલની નવી લો-ફર્મ ઓફીસનું શનિવારે ઉદ્ઘાટન

રાજકોટ તા. ર૯ :.. એડવોકેટ આર. કે. પટેલની નવી 'આર. કે. લો-ફર્મ ફેમીલી' ઓફીસનું ઉદ્ઘાટન આગામી તા. ર અને ૩ જી જૂલાઇ શનિવાર - રવિવારના રોજ ઉદઘાટન રાખવામાં આવેલ છે.

અહીંના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે આવેલ 'ધ વન વર્લ્ડ' બી-પ૧ર-૧૩-૧૪ રીંગ રોડ રાજકોટ ખાતે (૦ર૮૧ ર૯૯ર૦૦૭) ખાતે ઉદઘાટન સમારોહ સવારે ૧૦ થી ૯.૩૦ રાત્રી સુધી રાખવામાં આવેલ છે. આ પ્રસંગે આમંત્રીતોને પધારવા આર. કે. પટેલ, આર. કે. લો-ફર્મ પરિવારે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

આર. કે. લો ફર્મની સમગ્ર ટીમમાં આર. કે. પટેલ ઉપરાંત રમેશ આહીર, વિશાખા પીઠડીયા, અપૂર્વ જાની, નયન દોમડીયા, દેવ સંખાત, તેજસ ગોસ્વામી, જીનલ બોઘરા, અને અજય રાઠોડનો સમાવેશ થાય છે.

(1:14 pm IST)